Saturday, 11/05/2024
Dark Mode

દાહોદ શહેરમાં કોરોના પોઝીટીવ આવેલી ત્રણેય મહિલા સહીત 6 લોકો વિરુદ્ધ વિરુદ્ધ ગુનો નોંધાયો:લોકડાઉનમાં સક્ષમ અધિકારીની મંજૂરી વગર આવાગમન કરતા દાહોદ શહેર પોલિસ મથકે ગુનો નોંધાયો

દાહોદ શહેરમાં કોરોના પોઝીટીવ આવેલી ત્રણેય મહિલા સહીત 6 લોકો વિરુદ્ધ વિરુદ્ધ ગુનો નોંધાયો:લોકડાઉનમાં સક્ષમ અધિકારીની મંજૂરી વગર આવાગમન કરતા દાહોદ શહેર પોલિસ મથકે ગુનો નોંધાયો

જીગ્નેશ બારીયા @ દાહોદ

દાહોદ શહેરમાં ગઇકાલે કોરોના પોઝીટીવ આવેલી ત્રણેય મહિલા સહીત 6 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો:લોકડાઉનમાં સક્ષમ અધિકારીની મંજૂરી વગર આવાગમન કરતા દાહોદ શહેર પોલિસ મથકે ગુનો નોંધાયો
દાહોદ તા. 19

દાહોદ શહેરમાં નાના ડબગર વાસની રહેવાસી અને ગઈકાલે કોરોના પોઝીટીવ આવેલી ત્રણેય મહિલાઓ લોકડાઉનમાં સક્ષમ અધિકારીની મંજૂરી વગર દાહોદથી અમદાવાદ જઈ પરત દાહોદ આવી હોવાની પોલિસ તંત્ર દ્વારા તેઓની ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસમાં બહાર આવતા પોલિસે ત્રણેય મહિલા વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

કોરોના મહામારીનીના લીધે દેશભરમાં અફરાતફરીનો માહોલ છે.આ મહામારીને વધુ વકરતુ રોકવા રાજ્ય સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટેશન સહીતના તમામ સંસાધનો બંધ કરી દેવાની ફરજ પડી છે.એક તરફ મહામારીએ રાજ્યના મોટા શહેરોમાં અજગરી ભરડો લીધો છે.આ વાયરસને વધુ પ્રસરતો રોકવા અને અન્ય શહેરોમાં ફેલાતો રોકવા માટે વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર સહીત સંલગ્ન વિભાગો તેમજ પોલિસતંત્ર રાતદિવસ ઉજાગરા વેઠીને પ્રત્યેક માણસને સ્ક્રેનિંગ કરી સતત કામગીરી કરી નિઘરાણી કરી રહ્યા છે.ત્યારે કેટલાક લોકો સ્થાનિક તંત્રની આંખોમાં ધૂળ નાખી એક શહેરથી બીજા શહેર આવાગમન કરી પરત આવી આ વાયરસને ફેલાવવા માટે કારણભૂત થઈ રહ્યા હોવાનું પ્રતીત થઈ રહ્યું છે.ત્યારે આવો જ એક કિસ્સો દાહોદમાં પ્રકાશમાં આવ્યો છે.જેમાં દાહોદ શહેરમાં ગઈકાલે કોરોના પોઝીટીવ આવેલી શહેરના નાના ડબગરવાસની મધુબેન ધુળાભાઈ પરમાર,ભીખીબેન રામલાલ પરમાર,શુશીલાબેન મફતલાલ પરમાર,તેમજ અન્ય એક મહિલા કંકુબેન ડાહ્યાભાઈ દેવડા લોકડાઉન દરમિયાન કોઈ પણ સક્ષમ અધિકારીની મંજૂરી લીધા વગર ગત તારીખ 06.04.2020 ના રોજ તેમના અમદાવાદ સેજપુર ફદેલી બોગા ટાવર ખાતેના સબંધી કિશનભાઇ યોગેશભાઈ ડબગરના ત્યાં ગયા હતા.અને ત્યાંથી કોઈપણ સ્થાનિક સક્ષમ અધિકારીની મંજૂરી વગર ગત તારીખ 16.5.2020 ના રોજ કિશનભાઇ ડબગર તેમજ ચાલક ઇકો ફોરવહીલ ગાડીમાં ઉપરોક્ત ચારેય મહિલાઓને દાહોદ ખાતે મૂકીને જતા રહ્યા હતા. ત્યાર બાદ આરોગ્ય વિભાગને આ વાતની જાણ થતા આરોગ્ય વિભાગે જ્યારે મહિલાઓ સહિત તેમના પરિવારજનોને કોરોનટાઇન કરી તમામ સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા.જેમાં મધુબેન પરમાર ભીખીબેન પરમાર, તેમજ સુશીલાબેન પરમાર કોરોના પોઝિટિવ આવતા કોરોના આરોગ્ય તંત્ર સહિત વહીવટીતંત્ર પણ ચોંકી ઉઠયો હતો. ત્યારબાદ પોલીસ તંત્ર દ્વારા આ મહિલાઓની ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ હાથ ધરતા ચોંકાવનારી માહિતી બહાર આવતા પોલીસે ઉપરોક્ત પોઝીટીવ આવેલ ત્રણેય મહિલા સહીત ચાર મહિલા ઇકો ગાડીના ચાલક તેમજ અમદાવાદના કિશનભાઇ ડબગર સહીત કુલ 6 લોકો  વિરુદ્ધ ગુનો દાખલ કરતા ચકચાર મચી જવા પામી છે.ત્યારે કોરોના જેવી મહામારીના સંક્રમણને રોકવાની જેટલી જવાબદારી વહીવટી તંત્ર તેમજ આરોગ્ય તંત્રની છે. એટલી જવાબદારી નગરવાસીઓની છે. ત્યારે આવી મહામારીના કપરા કાળમાં લોકોએ વહીવટીતંત્રને સાથ અને સહકાર આપી સામે ચાલીને તેઓની બહારગામથી આવ્યાની સાચી હકીકત જાહેર કરે તે જનહિતમાં અનિવાર્ય છે.

error: Content is protected !!