Friday, 24/01/2025
Dark Mode

દેવગઢબારિયાના મોટીઝરી ગામે બે માસ અગાઉ દીપડાનું મારણ કરનાર ત્રણને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલાયા

દેવગઢબારિયાના મોટીઝરી ગામે બે માસ અગાઉ  દીપડાનું મારણ કરનાર ત્રણને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલાયા

મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના મોટીઝરી ગામે દીપડાનું મારણ કરનાર ત્રણને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલાયા,ખેતીકામ કરતા ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો હતો,અવાર નવાર દીપડાના હુમલાથી ગ્રામજનો ભયભીત બન્યા હતા,દીપડાને મારવા માટે શોધતા હોવાનું બહાર આવ્યું.

દે.બારીયા તા.19

દેવગઢ બારીયાના મોટીઝરી પંથકમાં દીપડાના હુમલાથી ફફડાટ ફેલાયો હતો. જેમાં એક દીપડાએ ખેતરમાં કામ કરતા ખેડૂતોના પરિવાર ઉપર હુમલો કરતા દીપડાને મોતને ઘાટ ઉતારતાં વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી.જેમાં દીપડાને મોતને ઘાટ ઉતારનારા ત્રણ જણને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલાયા.

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના મોટીઝરી પંથકમાં દીપડાના માનવજાત ઉપર એક પછી એક એમ અનેક હુમલા વધતા પંથકમાં ફફડાટ ફેલાઇ જવા પામેલ ત્યારે ગત તા.૨૮/૩/૨૦૨૦.નારોજ મોટીઝરી ગામના પટેલ ફળિયામાં રહેતા ચંદુભાઈ મનુભાઈ પટેલના ખેતરમાં તે પોતે અને તેનો પુત્ર વિજય ચંદુ પટેલ અને પુત્રવધુ સાથે મળી ત્રણ જણ ઘઉંના પાકની કાપણી કરતા હતા. તે વખતે સવારના અરસામાં જંગલના તરફથી આવેલ દીપડાએ આ ખેતરમાં કામ કરતાં પરિવાર ઉપર હુમલો કરતા ત્રણે જણે મળી દીપડાના હુમલાથી બચવા માટે સ્વબચાવમાં દીપડાને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ પટેલ વિજય ચંદુભાઇએ બૂમાબૂમ કરી દીપડાના માથાના ભાગે મારતા દીપડો ઇજાગ્રસ્ત થયેલો અને ત્રણે જણ ત્યાંથી ઘર તરફ ભાગી ગયેલા જયારે દીપડો ઇજાગ્રસ્ત હાલતમાં મરણ થયેલો જેને લઇ વનવિભાગ દ્વારા દીપડાને મોત્તને ઘાટ ઉતારવા બાબતે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ જેમાં તપાસમાં બહાર આવેલ કે ગામમાં દીપડાના માનવજાત ઉપરના હુમલા ના વધતા બનાવને લઇ કેટલાક ગ્રામજનો દ્વારા દીપડો દેખાઈ ત્યારે તેને ચંદુ મનુભાઈ પટેલના ખેતરમાં દીપડાએ હુમલો કરતા બૂમાબૂમ થતાં અનિલ ભોપત પટેલ ઉ.૨૯ વર્ષ ભારત રામસીંગ પટેલ ઉ.૪૦ સહિત વિજય ચંદુ પટેલે દીપડાને મોતને ઘાટ ઉતાર્યો હતો. જે બનાવની સાચી હકીકત બહાર આવતા દેવગઢબારિયાના ડી.એફ.ઓ. ઝાલાના માર્ગદર્શન હેઠળ આર.એફ.ઓ. પુરોહિત સહિતના સ્ટાફ આ તપાસમાં દીપડાનો શિકાર થયો હોવાથી ત્રણે જણની ધરપકડ કરી (૧) વિજય ચંદુ પટેલ ઉ. ૨૯ (૨) અનિલ ભોપત પટેલ ઉ.૨૯ (૩) ભારત રામસીંગ પટેલ ને દેવગઢબારીઆ કોર્ટમાં રજૂ કરતા આ ત્રણે શિકારીની જામીન અરજી કોર્ટે દ્વારા ફગાવી જયુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.

error: Content is protected !!