Saturday, 19/04/2025
Dark Mode

ફતેપુરામાં કલેકટરશ્રીના જાહેરનામાના ભંગ બદલ 4 ડીજે સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાયો.

ફતેપુરામાં કલેકટરશ્રીના જાહેરનામાના ભંગ બદલ 4 ડીજે સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાયો.

શબ્બીર સુનેલવાલ/વિનોદ પ્રજાપતિ:- ફતેપુરા 

ફતેપુરામાં કલેકટરશ્રીના જાહેરનામાના ભંગ બદલ 4 ડીજે સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાયો

  ફતેપુરા પોલીસે જલાઈ જગોલા વાંદરીયા પૂર્વ અને વડવાસ ગામમાં પેટ્રોલિંગ દરમિયાન પેટ્રોલિંગ દરમિયાન ડીજે વગાડતા ડીજે માલિક વિરૂધ્ધ ગુનો નોંધ્યો

ફતેપુરા તા.16

 વિશ્વના દેશોમાં તેમજ ભારતમાં તથા ગુજરાતમાં હાલમાં કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો નોંધાયેલા છે કોરોના સંક્રમણને અટકાવવા માટે દાહોદ જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી વિજયભાઈ ખરાડી એ જાહેરનામું બહાર પાડી લગ્ન સમારંભમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકેલો હોય કલેક્ટરના જાહેરનામાના ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અંગે નાયબ પોલીસ મહાનિરીક્ષક ડી.આઇ.જી એમ.એસ ભરાડા દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર તેમજ ગુજરાતી આજે કરોને ડીવાયએસપી બીવી જાદવ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી ડામોર ની સૂચના અને માર્ગદર્શન હેઠળ ફતેપુરા પી.એસ.આઇ સી બીબરંડા તેમજ તેમજ પોલીસ સ્ટાફના માણસો સાથે નાઇટમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન જલાઈ જગોલા વાંદરીયા પુર્વ અને વડવાસ અલગ અલગ ગામોમાં પેટ્રોલિંગ કરતા લગ્ન સમારંભમાં ડીજે માલિકો ખુલ્લા ખેતરોમાં 200 થી વધુ વ્યક્તિઓને ભેગા કરી નાચગાન કરાવી સોશ્યલ ડિસ્ટન્સીન્ગનું પાલન નહીં કરાવતા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કર્યો હોય ડીજે સંચાલકના માલિકો વાળુ ભાઈ સુભાષભાઈ ગરાસીયા રહેવાસી ગધેડીયા રાજસ્થાન નટુભાઈ ફુલજીભાઈ પારગી, અનિલભાઈ માનસિંગભાઈ સંગાડા રહેવાસી પાવડી તાલુકો ઝાલોદ રાકેશભાઈ વિછીયા ભાઇ ડામોર રહેવાસી વાંદરીયા પૂર્વ પૂર્વ વિરુદ્ધ આઇપીસી કલમ 188 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની કલમ મેનેજમેન્ટ 51 બી આ મુજબનો ગુનો દાખલ કરી ૪ ડીજે ભરેલ વાહનો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

error: Content is protected !!