
જીગ્નેશ બારીયા :- દાહોદ/સૌરભ ગેલોત/સુમિત વણઝારા :- લીમડી
-
ઝાલોદ તાલુકાના લીમડી નજીક ખેડા ગામે ફટાકડાના ગોડાઉનમાં લાગી આગ
-
ઝાલોદ ફાયર ઘટનાસ્થળે:સદભાગ્યે કોઈ જાનહાની નહિ
-
શોર્ટસર્કિટના કારણે લાગેલી આગમાં દુકાનમાં પડેલા ફટાકડા તેમજ સરસામાન બળીને થયો રાખ :ગોડાઉન માલિકને હજારો રૂપિયાનું નુકશાન થયું હોવાની આશંકા
-
ઘરમાં જ દુકાન અને ગોડાઉન હોવાથી ફટાકડા વેચાણ માટે મુકાયા હતા. ફાયર સેફટીના સાધનો નાદારદ
દાહોદ/લીમડી તા.૧૭
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખેડા ગામે આજરોજ એક ફટાકડાના ગોડાઉનમાં આકસ્મિત આગ ફાટી નીકળતાં આસપાસના લોકોમાં ફફડાટ સાથે દોડધામના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. જાણવા મળ્યા અનુસાર, આ ફડાટકડાનું ગોડાઉન અને તેજ સ્થળે રહેણાંક મકાન પર હતું જેને પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. સદ્નસીબેન આ આગમાં કોઈ પ્રકારની જાનહાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.