Tuesday, 30/11/2021
Dark Mode

દાહોદ જિલ્લામાં વીતેલા 72 કલાકમાં નવા 187 કેસોનો વધારા સાથે કોરોનાનો કાળો કેર યથાવત:બીજા દિવસે રેકોર્ડ બ્રેક 67 નવા કેસોનો તોતિંગ વધારો નોંધાતા પરિસ્થતિ વધુ વણસી:આરોગ્ય વિભાગ સહિત સ્થાનિક વહીવટી તંત્રની ચિંતામાં વધારો

દાહોદ જિલ્લામાં વીતેલા 72 કલાકમાં નવા 187 કેસોનો વધારા સાથે કોરોનાનો કાળો કેર યથાવત:બીજા દિવસે રેકોર્ડ બ્રેક 67 નવા કેસોનો તોતિંગ વધારો નોંધાતા પરિસ્થતિ વધુ વણસી:આરોગ્ય વિભાગ સહિત સ્થાનિક વહીવટી તંત્રની ચિંતામાં વધારો

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • દાહોદ જિલ્લામાં સતત બીજા દિવસે કોરોના વિસ્ફોટ:દાહોદમાં બીજા દિવસે રેકોર્ડ બ્રેક 67 નવા કેસોનો તોતિંગ વધારો નોંધાતા પરિસ્થતિ વધુ વણસી..
  • દાહોદ જિલ્લામાં વીતેલા 72 કલાકમાં નવા 187 કેસોનો વધારા સાથે કોરોનાનો કાળો કેર યથાવત: આરોગ્ય વિભાગ સહિત સ્થાનિક વહીવટી તંત્રની ચિંતામાં વધારો
  • દાહોદ જિલ્લામાં વીતેલા 72 કલાકમાં 14 લોકો કોરોનાના લીધે કાળના ખપ્પરમાં હોમાયા:જોકે વાસ્તવમાં મૃતકોનો આંકડો વધુ
  • દાહોદના ખાનગી હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાયા:ખાનગી હોસ્પિટલમાં ઓલમોસ્ટ હાઉસફુલ થયાં
  • દાહોદનો ઝાયડસ હોસ્પિટલ પણ પૂર્ણ થતા વધારાના બેડની વ્યવસ્થામાં ઝાયડસ હોસ્પિટલનું તંત્ર જોતરાયું 

દાહોદ તા.16

દાહોદ જિલ્લામાં સતત ત્રણ દિવસથી કોરોના નો આકડો રેકોર્ડ બ્રેક ગતિએ આગળ વધી રહ્યો છે પરમ દિવસે 45, ગઈકાલે રેકોર્ડ બ્રેક 74 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા ત્યારે આજે ૬૭ કેસો નોંધાતા જિલ્લામાં દિન – પ્રતિદિન કોરોના નો આકડો કેર વર્તાવી રહ્યો છે જેને પગલે આરોગ્ય તંત્રમાં તેમજ જિલ્લાવાસીઓમાં ચિંતાનો માહોલ પ્રસરી જવા પામ્યો છે અને આજે આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ અધિકારીનો પણ પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય તંત્રમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને આ ઇન્ચાર્જ અધિકારી હાલ આઈસોલ્યુશનમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આજના ૬૭ કોરોના પોઝિટિવ કેસો સાથે જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 3751 ને આંબી ગયો છે. આજે વધુ 03 કોરોના દર્દીઓએ પણ પોતાનો દમ તોડી મૃત્યુને ભેટ્યાં હતાં.

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ તમામ સિમા પાર કરી કરી રહી છે. ગત વર્ષે જેટલા કેસો સામે નથી આવ્યા તેના કરતા બે ઘણા કેસો વધીને આ વર્ષે સામે આવી રહ્યા છે અને આ એક ચિંતાનો વિષય પણ છે. ગત વર્ષની પરિસ્થિતિ કરતા આ વર્ષની પરિસ્થિતિ અત્યંત ગંભીર હોવાનું પણ કહેવાય રહ્યું છે. દાહોદ જિલ્લામાં કોરોના પોતાનું વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે. આજે એકજ દિવસમાં 67 પોઝીટીવ કેસો નોંધાતાં જિલ્લાવાસીઓ સહિત દાહોદ જિલ્લા આરોગ્ય તંત્રમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારો સહિત શહેરી વિસ્તારોમાં લગ્નસરાની સીઝન પુરજાેશમાં ચાલી રહી છે ત્યારે લગ્ન પ્રસંગોમાં સરેઆમ સોશીયડલ ડિસ્ટન્સના ભંગના કેસો સહિત માસ્ક વગર ફરતાં લોકો રોજેરોજે જિલ્લામાં ફરતાં જાેવા મળી રહ્યાં છે. આ એક ગંભીર બાબત છે. કોરોનાએ હવે લગભગ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પગપેસારો કરી લીધો છે તેમ કહીએ તો તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય કારણ કે, ગ્રામીણ વિસ્તારોમાંથી કુદકને ફુસકે કોરોનાના કેસો સામે આવી રહ્યાં છે. આ એક ચિંતાનો વિષય પણ છે ત્યારે આજે આવેલ ૭૪ કેસો પૈકી આર.ટી.પી.સી.આર.ના 938 પૈકી 46 અને રેપીટ ટેસ્ટના 1916 પૈકી 21 કેસોનો સમાવેશ થાય છે જેમાંથી દાહોદ અર્બન વિસ્તારમાંથી 10, દાહોદ ગ્રામ્યમાંથી 03, ઝાલોદ અર્બનમાંથી 04, ઝાલોદ ગ્રામ્યમાંથી 12, દેવગઢ બારીઆ અર્બનમાંથી 04, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી 05, લીમખેડામાંથી 09, સીંગવડમાંથી 02, ગરબાડામાંથી 09, ધાનપુરમાંથી 01, ફતેપુરામાંથી 06 અને સંજેલીમાંથી 02 કેસો નોંધાયાં છે. આજે 03 દર્દીઓ કોરોનાથી પોતાનો જીવ ગુમાવતાં દાહોદ જિલ્લામાં કુલ મૃત્યુઆંક 140ને પાર પહોંચી ગયો છે. વધતાં કેસોની સામે એક્ટીવ કેસોની સંખ્યામાં પણ તોતિંગ વધારો જાેવા મળી રહ્યો છે. દાહોદની સરકારી હોસ્પિટલ હાઉસ ફુલ થઈ ગઈ છે. બેડની સંખ્યા વધારવામાં આવે તેવી લાગણી અને માંગણીઓ પણ ઉઠવા પામી છે. એક્ટીવ કેસોની સંખ્યા વધીને 383ને આંબી ગઈ છે. જિલ્લાવાસીઓ માટે રાહતના સમાચાર એ પણ છે કે, આજે 28 લોકો કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી હતી ત્યારે દિનપ્રતિદિન વધતાં કોરોના સંક્રમણના પગલે દાહોદ જિલ્લા આરોગ્ય તંત્રની કામગીરીમાં વધારો જાેવા મળી રહ્યો છે. ઠેર ઠેર સેનેટરાઈઝર સહિતની કામગીરીમાં આરોગ્ય તંત્રના સેનાનીઓ જાેતરાઈ ગયાં છે.

————————————————-

error: Content is protected !!