Wednesday, 05/02/2025
Dark Mode

ગરબાડા:બહારગામથી પરત વતન આવેલા 2500 જેટલાં મજૂરોનું આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ

ગરબાડા:બહારગામથી પરત વતન આવેલા 2500 જેટલાં મજૂરોનું આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ

વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડા તાલુકામાં બહારગામ મજુરી એથી આવેલા 2500જેટલા લોકોનું આરોગ્ય ટીમ દ્વારા મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું,વિદેશથી આવેલ પાંચ વ્યક્તિઓ પૈકી ચારનું ઓબ્ઝર્વેશન સમયગાળો પૂર્ણ

ગરબાડા તા.05

આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં પેટિયું રળવા માટે ગુજરાતના મોટા શહેરો તરફ મજૂરી અર્થે ગયેલા 2500 જેટલા લોકો કોરોના વાઇરસના પગલે માદરે વતન પરત ફર્યા હતા.જે તમામનું ગરબાડા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ડાભી સાહેબની આગેવાનીમાં વિવિધ ટીમો બનાવીને ગામેગામ જઈને મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું તેમજ તમામ ને ઘરે રહેવા માટેની સમજણ આપવામાં આવી હતી.તેમજ જે તમામ લોકો ઘરની બહાર ન નીકળે તે માટે દેખરેખ પણ રાખવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.તો બીજી તરફ વિદેશથી આવેલ પાંચ જેટલા લોકોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા જે પૈકી ચાર વ્યક્તિઓનું હોમ કોરોનટાઇન નો સમયગાળો પૂર્ણ થયું હોવાનું પણ જાણવા મળ્યું હતું. તે સિવાય આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગરબાડાના ઘાંચી વાળા વિસ્તારમાં પણ સર્વે કરવામાં આવ્યું હતું.તેમજ લોકોને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અને ઘરની બહાર નીકળવા માટે સમજણ આપવામાં આવી હતી.વધુમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અગમચેતીના ભાગરૂપે આ સર્વે ચાલુ જ રાખવામાં આવ્યો છે.તે સિવાય તંત્ર દ્વારા તાલુકામાં કુલ સાત જેટલા સેલ્ટર હાઉસ તથા બે હોમ કોરોનટાઈન રૂમ મોડેલ સ્કૂલ નવા ફળિયા તથા જેસાવાડા યસ વાટીકા તૈયાર કરવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

error: Content is protected !!