Wednesday, 04/12/2024
Dark Mode

કોરોનાથી કુવૈતમાં મોતની પ્રથમ ઘટના: સંતરામપુરથી દરજીકામ કરવા ગયેલા બે ભાઈઓ પૈકી એકનું મોત:એક સારવાર હેઠળ

કોરોનાથી કુવૈતમાં મોતની પ્રથમ ઘટના: સંતરામપુરથી દરજીકામ કરવા ગયેલા બે ભાઈઓ પૈકી એકનું મોત:એક સારવાર હેઠળ

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

કોરોનાથી કુવૈતમાં મોતની પ્રથમ ઘટના :ભારતીય યુવાનનું મોત,દરજીકામ માટે કુવેટ ગયેલા સંતરામપુરના યુવાનનું મોત, પરિજનોમાં માતમ પ્રસર્યું,બીજા ભાઈને પણ કોરોના થતા અલ અમેરી હોસ્પિટલમાં સારવાર હેઠળ

સંતરામપુર તા.05

કુવેટ ખાતે દરજીકામ માટે ગયેલ સંતરામપુર ના વતની યુવાનનો કોરોનાવાયરસ થી અલ અમીરી હોસ્પિટલ ખાતે ગુરૂવારના રોજ મોત નીપજ્યું હતું કુવેટ દેશમાં કુલ ૪૭૯ કોરોનાના દર્દીઓ પૈકી ભારતીય યુવાનના મોતની પ્રથમ ઘટના નોંધાઈ હતી કુવૈતમાં સંતરામપુરના યુવાનના કોરોનાવાયરસ થી મોત થયાના સમાચાર મળતા પરિવારજનો શોકમય બની ગયા છે સંતરામપુર ખાતે રહેતા દિનેશ ચૌહાણ ના બે પુત્રો વિનય અને રાજેશ કુવેટ ખાતે દરજીકામ નો ધંધો કરવા ગયા હતા જ્યાં કોરોનાવાયરસ થી બંને સંક્રમિત થયા હતા જેમાં વિનય દેવચંદ ચૌહાણનો કુવેટ ની અમેરી હોસ્પિટલ ખાતે કોરોના ના કારણે પ્રથમ મોત નિકુંજ જવાની ઘટનામાં મોત નીપજ્યું હતું હોસ્પિટલના ડોક્ટર અલી અલલંદાએ શુક્રવાર તારીખ ૩ ના રોજ તેના મૃતદેહનો પોસ્ટમોર્ટમ કર્યું હતું જેની પુષ્ટિ w.H.O દ્વારા કરાઈ હોવાનું જાણવા મળે છે કોરોના થી મૃત્યુ પામેલ યુવાન વિનય દેવચંદ ચૌહાણ ઉંમર ચાલીસ દિવાળી પછી ભારતમાંથી કુવૈત ગયો હતો મૃતકના પત્ની એક પુત્ર અને પુત્રી તથા માતા-પિતા સંતરામપુરના પટેલ ફળિયા ખાતે રહે છે બંને ભાઈઓને કોરોના નો ચેપ લાગ્યો હતો વિનય ના ભાઈ રાજેશ ની સારવાર બાદ તબિયત સારી છે જે કુવૈતમાં અલ અમીરી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે કોરોના ના સંક્રમણથી સંતરામપુરના યુવાન વિનય ચંદ્ર ચૌહાણ નો કૂવેટખાતે મોત નિપજવાના સમાચાર સંતરામપુરના પરિવારજનોને મળતા આઘાત સાથે શોકમય બની ગયા હતા.

error: Content is protected !!