läs mer om casinospel bästa bonusar bästa casino jämför och välj toppcasino odkrijte Neteller casino
spletni casino
igralnica brez depozita pristna izkušnja casinoja
spela med Siru Mobile
besök sidan för nya casinon více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

લવારીયામાં મનરેગાના કૌભાંડમાં કિરણની ભૂમિકા સામે આવી,79 પૈકી 21 કામો કાગળ પર પૂર્ણ બતાવી બિલ પાસ કરાવ્યા.. દાહોદ મનરેગા કૌભાંડ:બન્ને મંત્રીપુત્રો જેલમુક્ત થયા બાદ કિરણ ખાબડની જેલબહારથી ધરપકડ..

Editor Dahod Live
7 Min Read

#DahodLive#

લવારીયામાં મનરેગાના કૌભાંડમાં કિરણની ભૂમિકા સામે આવી,79 પૈકી 21 કામો કાગળ પર પૂર્ણ બતાવી બિલ પાસ કરાવ્યા..

દાહોદ મનરેગા કૌભાંડ:બન્ને મંત્રીપુત્રો જેલમુક્ત થયા બાદ કિરણ ખાબડની જેલબહારથી ધરપકડ..

ચીફ કોર્ટે પોલીસની જામીન રદ કરવાની અરજી ફગાવી,

પોલીસે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરતા નોટિસ ઈશ્યૂ કરાઈ, 

સોમવારે મંત્રીપૂત્રોને કોર્ટમાં હાજર રહેવા ફરમાન.

બંન્ને મંત્રીપુત્રો વિરુદ્ધ નોટિસ ઈશ્યૂ: સોમવારે કોર્ટમાં હાજર રહેવા ફરમાન..

દાહોદ તા.28

દાહોદમાં મનરેગા કૌભાંડમાં કોર્ટમાં જામીન અરજી મામલે ભારે ઉતારચઢાવ બાદ આખરે બન્ને મંત્રીપુત્રોને જામીન મળ્યા બાદ જેલમુક્ત થવાની વેળાએ પોલીસે મંત્રીપુત્ર કિરણ ખાબડની જેલ બહારથી પોલીસે ધરપકડ કરી લેતા દાહોદ સહિત રાજકીય ક્ષેત્રે ખળભળાટ સાથે સ્તબતાનો માહોલ છવાયો છે. જેમાં દેવગઢ બારીયાના લવારીયા ગામે મનરેગાના 79 જેટલા કામોમાં 21 કામો કાગળ પર બતાવી મંત્રી પુત્રએ બિલ પાસ કરાવી કૌભાંડ આચર્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

દાહોદ જિલ્લામાં બહુચર્ચિત 71 કરોડના મનરેગા કૌભાંડમાં પોલીસે બી ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરી રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્ર બળવંત અને કિરણ ખાબડની ધરપકડ કરી હતી. જેમાં બળવંત ખાબડની શ્રી રાજ કન્સ્ટ્રકશન કુ.પીપેરોએ મનરેગાના 9 કરોડ ઉપરાંત ના કામો કર્યા હતા. તેમજ કિરણ ખાબડની શ્રી રાજ ટ્રેડર્સ દ્વારા 22 કરોડના કામો કાગળ ઉપર બતાવી બંને મંત્રી પુત્રોએ 30 કરોડ ઉપરાંતનો કૌભાંડ આચાર્ય હોવાનું સામે આવ્યું હતું. જેમાં પોલીસે બંનેના રિમાન્ડ મેળવ્યા બાદ કસ્ટડીમાં મોકલી દીધા હતા. ત્યારબાદ ગઈકાલે બંને મંત્રી પુત્રોના દાહોદની ચીફ જ્યુડિશિયલ કોર્ટે 50000 ના બોન્ડ પર શરતી જામીન મંજૂર કરતા પોલીસે આ જામીન સામે તે આપવા માટે દાદ મેળવી હતી. જેમાં આજે સુનાવણી બાદ કોર્ટે પોલીસની જામીન અરજી રદ કરવાનો સ્ટે ફગાવી બંને મંત્રી પુત્રોને જામીનમુક્ત કર્યા હતા. જે બાદ સાંજે સબ જેલ ખાતે બંને મંત્રીપુત્રો જેલમુક્ત થતા પોલીસે બળવંત ખાબડને જવા દીધો હતો. જ્યારે કિરણ ખાબડની ધરપકડ કરી લીધી છે.

*દેવગઢ બારીયાના લવારીયા ગામનો શું છે કૌભાંડ મામલો..*

દેવગઢ બારીયાના લવારીયા ગામે મનરેગામાં કૌભાંડ આચરાયો હોવાની રજૂઆત તત્કાલીન DDO ઉત્સવ ગૌતમને મળી હતી. જે બાદ જિલ્લા વિકાસ અધિકારીના આદેશ અનુસાર લવારીયા ગામે મનરેગાના કામોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં 79 કામોમાંથી 21 કામો કાગળ ઉપર પૂર્ણ બતાવી ગેરરીતિ આચરી હોવાનું તપાસમાં બહાર આવતા જે તે સમયે જિલ્લા વિકાસ અધિકારીના આદેશ બાદ ડીઆરડીએ નિયામકે તત્કાલીન કરાર આધારિત ટેકનિકલ આસિસ્ટન્ટ મનીષ પટેલ તેમજ ગ્રામ રોજગાર સેવક બારીયા કાંતિભાઈ ધનસુખભાઈને ફરજ મુક્ત કર્યા હતા. લવારીયા ગામે મનરેગાના 21 કામોમાં 18.41 લાખનું કૌભાંડ આચાર્ય હોવાનું જે તે સમયે સામે આવ્યો હતો. જોકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી.

*પોલીસે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી,સોમવારે સુનવણી..*

દાહોદની ચીફ જ્યુડિશિયલ કોર્ટે મનરેગા કૌભાંડમાં મંત્રીપુત્ર બળવંત અને કિરણ ખાબડના 50000 રૂપિયાના બોન્ડ પર શરતી જામીન આપતા પોલીસે બંનેના જામીન ઉપર સ્ટે મેળવવા ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં દાદ મેળવી હતી. પરંતુ કોર્ટે પોલીસની અરજી ફગાવી જામીન યથાવત રાખતા આ મામલે પોલીસે આ મામલે તાત્કાલિક સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી વિથ સ્ટે માટેની અરજી કરતાં કોર્ટે આ અરજીને ગ્રાહ્ય રાખી હતી અને તાત્કાલિક બંને મંત્રી પુત્રો વિરુદ્ધ નોટિસ ઈશ્યૂ કરી સોમવારે સુનવણી હાથ ધરી છે.

*જામીન અરજી મામલે કોર્ટમાં આ ઘટનાક્રમ રહ્યો..*

મનરેગા કૌભાંડ મામલે ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં નાટકીય ઘટનાક્રમ જોવા મળ્યો હતો.જેમાંધરપકડ કરાયેલા રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના બન્ને પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડને ગઈકાલે ચીફ જોડીશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં જામીન મંજૂર થતા ઘટનાક્રમની શરૂઆત થઈ હતી. જેમાં ચોકી ઉઠેલી પોલીસ કોર્ટે દોડી આવી હતી.અને જામીન માટે સ્ટેની માંગણી કરી એક અરજી દાખલ કરી હતી ચીફ કોર્ટે અરજી અંગે આજે સવારે 11:00 વાગે સુનવણી હાથ ધરી હતી.આજે બરાબર 11 ના ટકોરે ખીચોખીચ ભરેલી કોર્ટમાં બચાવ પક્ષના વકીલ અને ગુજરાત હાઇકોર્ટે આવેલા ખાસ એડિશનલ પીપીએ પોતાની દલીલો શરૂ કરી હતી.લંબાણપૂર્વકની દલીલોમાં અનેક ચઢાવ ઉતાર આવ્યા હતા.ગુજરાત હાઇકોર્ટના ખ્યાતના નામદાર વકીલો કે જેઓએ આજે વર્ચ્યુઅલ હાજરી પુરાવી હતી અને ઓનલાઇન આર્ગ્યુમેન્ટ કર્યા હતા.તો હાજર એડિશનલ પીપી એ પણ પોતાની દલીલો રજૂ કરી હતી. સવારે 11:00 વાગ્યાથી લગાવી બપોરે 4:00 વાગ્યા સુધી ચાલેલીઆ દલીલોમાં બે વાર કોર્ટે દર 10 મિનિટનો વિરામ પણ લીધો હતો.જોકે 3:30 ના ટકોરે પુનઃ શરૂ થયેલી કોર્ટે થોડી જ ક્ષણમાં પોલીસ દ્વારા કરાયેલી સ્ટેની અરજી નામંજૂર કરવાની જાહેરાત કરતા ક્ષણભરમાં ભરચક કોર્ટ ખાલી થઈ ગઈ હતી.અને તરેહ તરેહની ચર્ચાએ જોર પકડ્યું હતું.

*ડોકી સબજેલ ખાતે આ ઘટના ક્રમ સર્જાયો હતો.*

ચીફ કોર્ટે બંને મંત્રી પુત્રોના જામીન મંજૂર કરતા જામીનનો બોન્ડ અને બીડો લઈ કિરણ ખાબડ અને બળવંત ખાબડના સમર્થકો તેમના વકીલો અને અન્ય સંબંધીતો અત્રેની ડોકી જિલ્લા જેલ ખાતે પહોંચ્યા હતા.જ્યાં તેઓએ જેલરને જામીનમુક્ત થવાનો હુકમ આપતા ત્યાં પણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.આશરે પાંચ સવા પાંચની વચ્ચે પહોંચેલા વકીલોએ 6:20 સુધી પણ આરોપીઓને બહાર ન લવાતા બચાવ પક્ષના વકીલ દ્વારા કોર્ટ ઓફ કન્ટેમ હોવાનું જણાવી દલીલ શરૂ કરી હતી.પરંતુ થોડી જ ક્ષણમાં એલસીબી અને મનરેગા કૌભાંડના ઇન્વેસ્ટિગેશન ઓફિસર સહિતની ગાડીઓ જિલ્લા જેલ ડોકી ખાતે આવી હતી.અને આ દરમિયાન બંને મંત્રી પુત્રોને બહાર લાવવામાં આવ્યા હતા.જેવા આરોપીઓ બહાર આવ્યા તેવા મંત્રીના મોટા દીકરા બળવંત ખાબડને પોતાની ખાનગી જીપમાં બેસવા દીધા હતા.તો કિરણ ખાબડની પૂછપરછ કરવી છે.અને પાંચ જ મિનિટમાં પરત મોકલી દઈશું તેવું કહી પોલીસની ગાડીમાં સાથે લઈ ગયા હતા.અત્રેના લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં લઈ ગયેલા કિરણ ખાબડને અત્રેની બી ડિવિઝનમાં થયેલી અન્ય એક ફરિયાદમાં આરોપી હોવાનું જણાવી તેની ધરપકડ કરી લીધી હતી.કિરણ ખબર ને ઉઠાવ્યો હોવાની વાત વાયુવેગે ફેલાતા સમગ્ર રાજકારણમાં ભૂકંપ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયો છે. 

*લવારીયા ગામે મનરેગા કૌભાંડમાં જેલવાસો ભોગવી રહેલા દેવગઢ બારીયાના TDO ને પોલીસ ફરિયાદ માટે અધિકૃત કરવામાં આવ્યા હતા.*

ધાનપુરના લવારીયા ગામે આચરાયેલા મનરેગા કૌભાંડ સામે આવ્યા બાદ તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ એ જે તે સમયે તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી દર્શન પટેલને કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ કરવા માટે અધિકૃત કર્યા હતા. પરંતુ તેઓએ પોલીસ ફરિયાદ નહોતી કરી. અને હાલ તેઓની 71 કરોડના મનરેગા કૌભાંડમાં ધરપકડ કરતા અત્યારે જેલવાસો ભોગવી રહ્યા છે.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard

hitta mer om sirumobilecasino.se

odkrijte pravi denar
spletna igralnica casino igre
vinn riktiga pengar

casino utan skatt

casino utan svensk skatt

för den som gillar https://utländskacasinoutanskatt.se