Monday, 20/01/2025
Dark Mode

લીમખેડા નગરમાં સ્કૂલ વાન ચાલકે પીધેલી હાલતમાં પુરઝડપે વાહન હંકારી કારને ટક્કર મારતા સર્જાયો અકસ્માત:શાળાના ૨૫ જેટલા બાળકોનો આબાદ બચાવ

લીમખેડા નગરમાં સ્કૂલ વાન ચાલકે પીધેલી હાલતમાં પુરઝડપે વાહન હંકારી કારને ટક્કર મારતા સર્જાયો અકસ્માત:શાળાના ૨૫ જેટલા બાળકોનો આબાદ બચાવ

અભેસિંગ રાવળ @ લીમખેડા / જીગ્નેશ બારીઆ દાહોદ

લીમખેડા નગરમાં સ્કૂલ વાનમાં 25 બાળકો ભરી દારૂ પીધેલ હાલતમાં ચાલકે  ગાડી પુરઝડપે હંકારી લાવી અકસ્માત સર્જ્યો, વાનમાં બેઠેલા વિધાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા, સદ નસીબે મોટી જાનહાની ટળી સ્કૂલવાનમાં ઘેટાંબકરાની જેમ સ્કૂલના બાળકોને ભરી દરરોજ પસાર થતા શાળા પ્રસાશન તેમજ પોલીસતંત્ર કઈ રીતે ચલાવતું હતું તે યક્ષપ્રશ્ન,     

લીમખેડા/દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં ગતરોજ એક બાળકો ભરેલ સ્કુલ વાનના ચાલકે દારૂ પીધેલી હાલતમાં પોતાના કબજાની સ્કુલવાન પુરઝડપે હંકારી લાવતાં આગળ ઉભેલ એક કારને ટક્કર મારતાં મોટી દુર્ઘટના સર્જાતી અટકી હતી. આ અકસ્માતમાં સ્કુલ વાનમાં ૨૫ થી વધુ શાળાના બાળકો બેઠા હતી પરંતુ સદ્‌નસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

એક સ્કુલવાનનો ચાલક ગતરોજ પોતાના કબજાની સ્કુલવાનમાં શાળાના બાળકોને ભરી લીમખેડા નગરમાંથી પુરઝડપે અને ગફલત ભરી હંકારી પસાર થઈ રહ્યો હતો. અચાનક દારૂ પીધેલી હાલતમાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતાં આગળ ઉભેલી એક કારને જોશભેર ટક્કર મારતાં સ્કુલવાનમાં સવાર બાળકોનો જીવ તાળવે ચોટી ગયા હતા. આ સ્કુલવાનમાં અંદાજે ૨૫ થી વધુ શાળાના બાળકો સવાર હતા. આ માર્ગ અકસ્માતના પગલે સદ્‌નસીબે કોઈ મોટી જાનહાની ન થતાં સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો. આ માર્ગ અકસ્માતની જાણ બાળકોના વાલીઓને થતાં તેઓ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. થોડીવારમાં પોલીસ પણ આવી પહોંચતા સ્કુલવાનના ચાલકની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!