Monday, 20/01/2025
Dark Mode

નગરપાલિકા તંત્ર દ્વારા માર્ગમાં અડચણરૂપ દબાણો જપ્ત કરી દંડ ફટકારતા દબાણકર્તાઓમાં ફફડાટ

નગરપાલિકા તંત્ર દ્વારા માર્ગમાં અડચણરૂપ દબાણો જપ્ત કરી દંડ ફટકારતા દબાણકર્તાઓમાં ફફડાટ

જીગ્નેશ બારીઆ @ દાહોદ 

દાહોદ નગરપાલિકા દ્વારા દબાણ કર્તાઓ સામે કરી કાર્યવાહી, મધરાત્રે હાથ ધરાયેલી દબાણ હટાવ કામગીરીથી દબાણકર્તાઓમાં ફફડાટ, માર્ગમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો જપ્ત કર્યા, કેટલાક દબાણકર્તાઓ સ્વયંભૂ દબાણો હટાવતા પાલિકા તંત્ર દ્વારા સ્થળ દંડ ફટકાર્યો,

દાહોદ તા.૦૫

 દાહોદ નગરપાલિકાની દબાણ ખાતાની ટીમ દ્વારા  ગતરોજ મોડી રાત્રીના સમયે દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે દબાણકર્તાઓ સામે લાલઆંખ કરી ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી આરંભતા મોડી રાત્રીના સમયે ગેરકાયદે દબાણ કર્તાઓમાં દોડધામના દ્રશ્યો સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ગેરકાયદે દબાણ કર્તાઓને પાલિકા તંત્ર દ્વારા સ્થળ પર દંડ કરી તેમજ ઝુકાટો દુર કરી, લારી ગલ્લા વિગેરે જપ્ત કરી લેવાની કાર્યવાહી પણ હાથ ધરી હતી જ્યારે બીજી તરફ ઘણા વિસ્તારોમાં પાલિકા દ્વારા ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરીમાં વ્હાલા દવલાની નીતીરિતી અપનાવતાં હોવાની પણ લોક બુમો ઉઠતાં લોકોમાં છુપો રોષ પણ જાવા મળ્યો હતો.

દાહોદ શહેરમાં હાલ સ્માર્ટ સીટી અંતર્ગત અનેક વિધ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. આવા સમયે દાહોદ શહેરમાં મુખ્ય સમસ્યા ટ્રાફિકની હરહંમેશ રહેલી છે. ટ્રાફિક સિવાય ગંદકી, ગેરકાયદે દબાણો, રસ્તા, ધુળની ડમરીઓ જેવી અનેક સમસ્યાઓથી હાલ દાહોદ શહેરવાસીઓ હેરાન પરેશાન જાવા મળી રહ્યા છે ત્યારે આવા સમયે દાહોદ નગરપાલિકા દ્વારા ગતમધ્યરાત્રીના ૧૧ વાગ્યાના આસપાસ દાહોદ શહેરના ગોધરા રોડ, ચાકલીયા ચોકડી, મંડાવાવ ચોકડી, ગોવિંદનગર જેવા વિસ્તારોમાં દાહોદ પાલિકા તંત્રએ પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેબાણ કર્તાઓ સામે કાર્યવાહી કરી હતી. પાલિકા તંત્ર દ્વારા અચાનક જ સિડ્યુલ બદલી નાંખી મોડી રાત્રીના સમયે કાર્યવાહી કરાતાં લારી,ગલ્લાવાળા, ગેરકાયદે દબાણકર્તાઓ વિગેરેમાં દોડધામનો દ્રશ્યો પણ સર્જાયા હતા. બીજી તરફ પાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવ કામગીરીમાં વ્હાલા દવલાની નિતીરીતી અપવાનતા હોવાની ફરીયાદો વચ્ચે લોકોમાં છુપો રોષ પણ જાવા મળ્યો હતો. લારી, ગલ્લા હટાવવાની કામગીરીમાં સંતાકુકડીના ખેલો પણ રમાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોડી રાત્રીના પાલિકા તંત્રના એક્શનથી દાહોદ શહેરમાં ચર્ચાનો વિષય તો બન્યો જ છે પરંતુ શહેરના ઘણા એવા વિસ્તારો છે જ્યા કાયમી ગેરકાયદે દબાણો, ટ્રાફિક સમસ્યા વિગેરે જેવી પરિસ્થતી હરહંમેશ અને કાયમી નિર્માણ લે છે જેમાં મુખ્ય પડાવ વિસ્તાર, એમ.જી.રોડ, યાદગાર ચોક થી સ્ટેશન રોડ, ગડી કોર્ટ રોડ, જેવા શહેરના અનેક એવા વિસ્તારો આવેલા છે જ્યા ટ્રાફિક તેમજ ગેરકાયદે દબાણ કર્તાઓ તેમજ લારી,ગલ્લા વિગેરે હરહંમેશ પોતાનો અડીંગો જમાવી રાખ્યો છે ત્યારે આવા વિસ્તારોમાં પાલિકા તંત્ર નક્કર કામગીરી કેમ નથી કરતી? તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.

—————————————————————

error: Content is protected !!