Friday, 29/03/2024
Dark Mode

દે.બારીયા:લોકડાઉન દરમિયાન પ્રતિબંધિત બાગબાન તમ્બાકુના જથ્થા સાથે બે લોકો ઝડપાયા:પોલિસે પાંચ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો

દે.બારીયા:લોકડાઉન દરમિયાન પ્રતિબંધિત બાગબાન તમ્બાકુના જથ્થા સાથે બે લોકો ઝડપાયા:પોલિસે પાંચ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો

જીગ્નેશ બારીયા/મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દાહોદ/દે.બારીયા તા.૨૯

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસે પોલીસને મળેલ બાતમીના આધારે નાકાબંધી કરતાં ત્યાથી પસાર થતી એક ટ્રકને રોકી તેની તલાસી લેતા ટ્રકમાંથી તમાકુના બાઘબાન પતરાની ડબ્બીઓ નંગ.૨૨૫ જેની કુલ કિંમત રૂ.૪૩,૮૭૫ નો તમાકુના જથ્થા સાથે ટ્રક મળી કુલ રૂ.૫,૪૩,૮૭૫ ના મુદ્દામાલ સાથે ટ્રકના ડ્રાઈવર સહિત બેની પોલીસે અટક કર્યાનું જાણવા મળે છે.

હાલ લોકડાઉનના સમયે તમાકુના વેપારીઓ સક્રિય બન્યા છે અને ઉંચા ભાવે તમાકુનો કાળો કારોબારી કરી લાલચુ વેપારીઓ રોકડી કરી લેવાના ફિરાકમાં પણ છે ત્યારે આજરોજ તારીખ ૨૯મી એપ્રિલના રોજ દેવગઢ બારીઆ પોલીસને મળેલ બાતમીના આધારે ભથવાડા ટોલનાકા પાસે નાકાબંધી કરી ઉભી હતી તે સમયે ત્યાથી એક ટ્રકમાં સવાર ડ્રાઈવર યુનુસ એહમદ મદારા (રહે. સાલીયા, મદારા ફળિયુ, તા.શહેરા, જી.પંચમહાલ) અને નારણસીંગ કાળુભાઈ પટેલ (રહે. મંગલીયાણા પટેલ ફળિયુ, તા.શહેરા.જી.પંચમહાલ) એમ બંન્નેની અટક કરી પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ટ્રકની તલાસી લેતા તેમાંથી તમાકુના પતરાના ડબ્બીઓ નંગ.૨૨૫ જેની કિંમત રૂ.૪૩,૮૭૫ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે ઉપરોક્ત બંન્ને ઈસમોની અટક કરી ટ્રકની કિંમત મળી કુલ રૂ.૫,૪૩,૮૭૫ નો મુદ્દામાલ જપ્ત કરી દેવગઢ બારીઆ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!