Friday, 28/03/2025
Dark Mode

કોરોના સંક્રમણની વચ્ચે સુખસરમાં ખાનગી તબીબો દવાખાનાઓ બંધ કરીને જતા રહેતા પ્રજા મુશ્કેલીમાં,

કોરોના સંક્રમણની વચ્ચે સુખસરમાં ખાનગી તબીબો દવાખાનાઓ બંધ કરીને જતા રહેતા પ્રજા મુશ્કેલીમાં,

હિતેશ કલાલ @ સુખસર

સુખસરમાં તમામ ખાનગી દવાખાના ના તબીબો દવાખાનાઓ બંધ કરીને જતા રહેતા પ્રજા મુશ્કેલીમાં,અમોએ દવાખાના બંધ રાખવા માટે કોઈ સૂચના આપી નથી:જિલ્લા આરોગ્ય વિભાગ 

સુખસર તા.27

ફતેપુરા તાલુકાના સુખસરમાં ખાનગી દવાખાના ચલાવતા તબીબો દવાખાનાઓ બંધ કરીને જતા રહેતા પ્રજા મુશ્કેલીમાં મૂકાઇ ગઇ છે સામાન્ય બીમારી માટે પણ મેડિકલ સ્ટોરમાંથી સીધી દવા લેવાનો વારો આવી રહ્યો છે સંકટના સમયે ખાનગી તમામ દવાખાનાઓ બંધ રહેતા લોકોમાં આશ્ચર્ય સર્જાયુ છે જ્યારે જિલ્લા આરોગ્ય વિભાગે દવાખાનાઓ બંધ રાખવા માટે કોઈ સૂચના આપી ન હોવાનું પણ જણાવ્યું હતું.
ફતેપુરા તાલુકાના સુખસરમાં આઠેક જેટલા તબીબો ખાનગી દવાખાના ચલાવે છે અને આસપાસના ગામોની પ્રજા બીમારીઓ માટે દવા કે સારવાર મેળવે છે હાલમાં કોરોનાવાયરસ ને લઇ લોકોમાં ગભરાટ ફેલાઇ જવા પામ્યો છે જિલ્લામાં લોક ડાઉન કરી દેવાયું છે જ્યારે સામાન્ય તાવ માથું દુખવું શરદી ખાસી અન્ય દુખાવો જેવી સામાન્ય બિમારી માટે ની સારવાર માટે ક્યાં જવું તે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે સુખસર વિસ્તારના તમામ ખાનગી દવાખાના તબીબો પોતાના દવાખાનાઓ બંધ કરીને જતા રહ્યા હોવાથી પ્રજા મુશ્કેલીમાં મૂકાઇ ગઇ છે માત્ર સરકારી દવાખાના ઓ કાર્યરત છે હાલમાં સંકટના સમયે ખાનગી દવાખાનાઓ બંધ રહેતા સામાન્ય બીમારી માટે પ્રજાને સીધા મેડિકલ સ્ટોરમાંથી દવાઓ લેવાનો વારો આવ્યો છે જેથી વહીવટી તંત્ર દ્વારા આ દવાખાનાઓ ખોલાવીને સામાન્ય બીમારીઓ માટે પ્રજાને સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ આ બાબતે દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ અને પૂછપરછ કરતા તેઓ જણાવ્યું કે ખાનગી દવાખાનાઓ બંધ રાખવા માટે અમારા દ્વારા કોઈ સૂચના આપવામાં આવી નથી આવા સમયે તેઓએ દવાખાના ચાલુ રાખવા જોઈએ.

error: Content is protected !!