Monday, 09/09/2024
Dark Mode

અહો આશ્ચર્યમ:સુખસરના મારગાળા માંથી પરવાના વિનાના ઝડપાયેલા ખાતરના જથ્થાની પાંચ માસ બાદ ફરિયાદ નોંધાઈ

અહો આશ્ચર્યમ:સુખસરના મારગાળા માંથી પરવાના વિનાના ઝડપાયેલા ખાતરના જથ્થાની પાંચ માસ બાદ ફરિયાદ નોંધાઈ

હિતેશ કલાલ @ સુખસર

ફતેપુરા તાલુકાના સુખસર મારગાળા માંથી પરવાના વિનાના ઝડપાયેલા ખાતરના જથ્થાની પાંચ માસ બાદ ફરિયાદ નોંધતા આશ્ચર્ય,ખેતીવાડી અધિકારી ફતેપુરા દ્વારા ૯ ઓક્ટોબર-૧૯ ના રોજ મારગાળા તથા સુખસરમાંથી પરવાના વિનાનો ખાતરનો જથ્થો ઝડપાયો હતો.

સુખસર,તા.૨૬

ફતેપુરા તાલુકાના સુખસર તથા મારગાળા માંથી ગત પાંચ માસ અગાઉ ફતેપુરા તાલુકા ખેતીવાડી અધિકારી દ્વારા ખાતરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.જેની તપાસ કરાતા આ ખાતર પરવાના વિના અને સરકારે નક્કી કરેલ ભાવથી ખેડૂતો પાસેથી વધુ નાણાં વસુલાત કરી વેચાણ કરવામાં આવતો હોવા બાબતની મળેલ બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી.જેની તપાસ કરાતા આ જથ્થો બિનઅધિકૃત રીતે સંગ્રહ કરી વેચાણ કરવા અને ખેડૂતો પાસેથી વધુ ભાવો પડાવવાના ઇરાદાથી રાખેલ હોવાનું ધ્યાને આવતા તેની હાલ સુખસર પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

     જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસરમાં એક ગોડાઉન રાખી તેમાં ખાતરનો જથ્થો રાખી આસપાસના ગામડાઓમાં ખેડૂતો પાસેથી વધુ ભાવો વસૂલાત કરી ખાતર વેચાણ કરવામાં આવતું હોવા બાબતે ફતેપુરા તાલુકા ખેતીવાડી અધિકારીને બાતમી મળતા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે ૯ ઓક્ટોબર-૧૯ ના રોજ તપાસ હાથ ધરાતા મારગાળા,સુખસર, આફવા રોડ ઉપર બીપીનભાઈ વાલાભાઈ હરબા રહે. વેલ્સન ફાર્મર ફર્ટીલાઇઝર પ્રા.લિ. કંપનીના જવાબદાર વ્યક્તિ એ પોતાના મળતીયા માણસો પૈકી વિનોદભાઈ રમણભાઈ રાઠોડ રહે. આફવા રોડના ગોડાઉનના માલિક કાયમી રહે.દિપકપુરા,પિપલવાડા, જિલ્લો.ખેડા નાઓ તથા બોલેરો પીકપ ગાડી નંબર જીજે-૨૦.વી.૮૭૮૧ના ચાલક મહેશભાઈ સુખાભાઈ ઠાકોરનાની મદદગારીથી કોઈપણ જાતનો પરવાનો મેળવ્યા વગર રસાયણિક ખાતરનો બિનઅધિકૃત જથ્થો સંગ્રહ વેચાણ કરવાના ઈરાદે મૂકી રાખી સરકારે નક્કી કરેલ ભાવ કરતાં ખેડૂતો પાસેથી વધુ ભાવ લેવાના ઈરાદાથી પીકપ ગાડીમાં રસાયણિક ખાતરના બોક્સ નંગ ૪૮ તથા વિનોદ રાઠોડના કબજાના ગોડાઉનમાં મૂકી રાખેલા બોક્ષ્ નંગ-૩૮૦ કુલ મળી ૪૨૮ બોક્સ જેની કિંમત રુપિયા-૪૦૧૧૮૮/-નો જથ્થો મળી આવ્યો હતો. જેની ખેતીવાડી ખાતા દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી હતી.

     ઉપરોક્ત બાબતે ફતેપુરા તાલુકા ખેતીવાડી અધિકારી મિતલ કુમાર કિશોરસિંહ બારીયા નાઓએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં બીપીનભાઈ વાલાભાઈ હરબા, વિનોદભાઈ રમણભાઈ રાઠોડ તથા મહેશભાઈ સુકાભાઈ ઠાકોર નાઓની વિરુદ્ધમાં રસાયણીક ખાતર નિયંત્રણ હુકમ ૧૯૮૫ની ખંડ ૩,૪,૫,૭ તથા ૮ તથા આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ-૭(૧)(એ)(૨) મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

error: Content is protected !!