Wednesday, 11/12/2024
Dark Mode

સંતરામપુર નગરપાલિકાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાનના વિરોધમાં મહીસાગર કલેક્ટરને વાજીયાખૂંટ ગ્રામજનોએ આવેદન પાઠવ્યું

સંતરામપુર નગરપાલિકાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાનના વિરોધમાં મહીસાગર કલેક્ટરને વાજીયાખૂંટ ગ્રામજનોએ આવેદન પાઠવ્યું

 ઇલ્યાસ શેખ @ સંતરામપુર

સંતરામપુર તા.27

સંતરામપુર નગરપાલિકાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન થતા અટકાવવા વાજીયાખૂંટ ગ્રામજનોએ મહીસાગર કલેક્ટરને પાઠવ્યું આવેદન

સંતરામપુર નગરપાલિકાની ગટરોનું ગંદુ પાણી માટે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન થતા અટકાવવાના આદેશ કરવા તેમજ રહેણાંકની નજીક નગરપાલિકાની શેરીઓની સાફ સફાઈ દરમિયાન નીકળતો ઘન કચરાનો નિકાલ કરતાને અટકાવવા બાબતે મહીસાગર જિલ્લા પંચાયત સદસ્ય મણીબેન ડામોર, વાજીયાખુંટ ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યો અને ગ્રામજનોએ મહીસાગર જિલ્લા સેવા સદન લુણાવાડા ખાતે સૂત્રોચ્ચાર સાથે દેખાવ કરી એકત્ર થઈ અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. મહીસાગર જિલ્લા કલેકટરને સંબોધી પાઠવેલ આવેદનપત્રમાં ગ્રામજનોએ જણાવ્યું છે કે વાજીયાખુંટની સીમમાં આવેલ સર્વે નંબર ૧૯૮માં સુવેજ સ્ટ્રીટમેન્ટ પ્લાન બનાવવામાં આવે તો સદરહું સર્વે નંબર આગળ પાછળ રહેતા ગરીબ આદિવાસીઓ તેમજ ગ્રામ પંચાયતના હક અને અધિકારો છીનવાઈ જાય તેમ છે. હાલમાં મુખ્યમંત્રીએ ટ્રાયબલ એરિયામાં પૈસા કાનુન લાગુ કરવાની જાહેરાતો કરી રહેલ છે અને આદિવાસી, વિકાસ યાત્રા કાઢી રહેલ છે અને જળ,જમીન, જંગલ અને અન્ય પેદાશોની માલિકીના હક આદિવાસીઓના જ રહેશે.છતાં પણ નગર પાલિકાએ સરકારમાં પોતાની મરજી મુજબ રજુઆત કરીને ઉકત સર્વે નંબરની માંગણી કરીને સુએજ સ્ટીટમેન્ટ પ્લાન બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. તો આ બાબતે સદરહું કામગીરી આદિવાસી એરિયામાં ના થાય તે માટે અને આ કામગીરી અટકાવવાના આદેશ કરવા આપવા ગ્રામજનોએ વિનંતી કરી છે. સંતરામપુર નગરપાલિકાના એરિયામાં કડાણા જળાશય યોજનાના પાછલા ઠેલાની અસર હેઠળ આવેલ ઘણીબધી જમીન હાલમાં પડતર છે. જે સરકારી છે તો તે જમીનનો ઉપયોગ પણ થઈ શકે એમ છે. તેમ છતાં વાજીયાખુટ ગ્રામપંચાયત સીમમાં આવેલ સર્વે નંબર ૧૯૮માં નગરપાલિકાની શેરીઓની સાફ સફાઈ દરમ્યાન નીકળતો અન્ય ગંદકીથી ભરેલ ધન કચરો નાખવા માટેની પણ કાર્યવાહી હાથ ધરનાર છે. ગરીબ આદિવાસીઓને આ ગંદકીથી બચાવવા માટે તેમજ ગંદકીને લીધે રોગચાળો ભરખી ના જાય તે માટે સદરહુ કામગીરીને અટકાવવાના આદેશ કરવા જિલ્લા કલેક્ટરને રજુઆત સાથે વાજીયાખુંટ ગામ પંચાયતના સર્વે નં. ૧૯૮માં નગરપાલિકાના સુએજ પ્લાનની થતી કામગીરી અટકાવવામાં ના આવે તો વાજીયાખૂંટ ગ્રામજનોએ ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન પણ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

error: Content is protected !!