Friday, 19/04/2024
Dark Mode

લોકડાઉન દરમિયાન દાહોદ આવેલા રેંજ આઈજીપીએ જિલ્લા પોલિસવડા સાથે સરહદી વિસ્તારોની બોર્ડરનુ નિરીક્ષણ કર્યું

લોકડાઉન દરમિયાન દાહોદ આવેલા રેંજ આઈજીપીએ જિલ્લા પોલિસવડા સાથે સરહદી વિસ્તારોની બોર્ડરનુ નિરીક્ષણ કર્યું

 દીપેશ દોશી @ દાહોદ 

દાહોદ તા.24

કોરોના વાયરસે વિશ્વભરને સંક્રમણમાં લીધો છે.સરકાર દ્વારા રાજ્યમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સાવચેતીના પગલાં લેવા કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે.પોલીસતંત્ર પણ સંચારબંધીના ચુસ્તપણે અમલ કરવા જોતરાઈ ગઈ છે રાજ્યની તમામ બોર્ડરો સીલ કરી દેવામાં આવ્યા હતા.ત્યારે પંચમહાલ રેંજ આઈજીપી દ્વારા આજરોજ દાહોદની મુલાકાતે આવી બોર્ડરો સહીત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી નિરીક્ષણ કર્યું હતું.

કોરોના વાયરસનો સંક્રમણને રોકવા માટે રાજ્યભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે પોલીસતંત્ર દ્વારા રાજસ્થાન-મધ્યપ્રદેશ સહીતની બોર્ડરો સીલ કરી દેવામાં આવી છે. બોર્ડર પરથી અવર જવર કરતા વાહનચાલકોનું આરોગ્ય વિભાગ દ્વારા સતત સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે.ત્યારે રેંજ આઈજીપી એમ.એસ.ભરાડાએ આજરોજ પંચમહાલ,મહીસાગર, દાહોદ ની મુલાકાતે આવી નિરીક્ષણમાં આવ્યા હતા. બપોરના સમયે આઈજીપી એમ. એસ. ભરાડા જિલ્લા પોલીસવડા હિતેશ જોયસર દ્વારા દાહોદ શહેર ઉપરાંત જિલ્લાની  બોર્ડર પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી નિર્દેશ કરવામાં આવ્યા હતા.

error: Content is protected !!