Saturday, 24/07/2021
Dark Mode

દાહોદજિલ્લાના વાતાવરણમાં અચાનક આવેલો પલટો: ઘરમાં નીંદર માણી રહેલા વ્યક્તિનું આકાશી વીજળી પડવાથી મોત

દાહોદજિલ્લાના વાતાવરણમાં અચાનક આવેલો પલટો: ઘરમાં નીંદર માણી રહેલા વ્યક્તિનું આકાશી વીજળી પડવાથી મોત

 કપિલ સાધુ @ સંજેલી 

સંજેલી તા.25

સંજેલી તાલુકામાં વાંસીયા ગામે અચાનક વાતાવરણમાં આવેલા પલટામાં વાદળછાયું વાતાવરણમાં ગતરાત્રે રાત્રીએ વરસાદની સાથે આકાશી વીજળી પડવાથી ઘરમાં મીઠી નીંદર માણી રહેલા 35 વર્ષીય યુવકનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલીના વાસીયાગામના ઘોડાવડલી ફળિયાના રહેવાસી અને વાંસીયા હાઈસ્કૂલમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા 35 વર્ષીય ઇશ્વરભાઇ રમેશભાઇ પલાસ  ગતરાત્રે પોતાના ઘરે નીંદર માણી રહ્યા હતા.ત્યારે રાત્રીના દોઢેક વાગ્યાંના અરસામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદ ચાલુ થવા પામ્યું હતું.અને અચાનક આકાશી વીજળી ઘરમાં નીંદર માણી રહેલા ઈશ્વરભાઈ પર પડતા તેમનું મોત નિપજયુ હતું.આ બનાવની જાણકારી ગામના સરપંચે સંજેલી પોલીસ મથકે કરતા સંજેલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકના શબનો કબ્જો લઇ લાશને પી.એમ.કરવા માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપી જરૂરી પંચનામા, કાગળિયા કરવામાં જોતરાઈ ગઈ હતી.

error: Content is protected !!