Wednesday, 04/12/2024
Dark Mode

રાજ્યમાં સંચારબંધી દરમિયાન વાહનોના અભાવે મજૂરો 200 કિલોમીટર પગપાળા ચાલી સંતરામપુર પહોંચ્યા

રાજ્યમાં સંચારબંધી દરમિયાન વાહનોના અભાવે મજૂરો 200 કિલોમીટર પગપાળા ચાલી સંતરામપુર પહોંચ્યા

 ઇલ્યાસ શેખ @ સંતરામપુર

સંતરામપુર તા.24

સંતરામપુર નગરમાં લેબર કામ કરતા પરિવાર અમદાવાદથી ચાલીને સંતરામપુર આવી પહોંચ્યું.રાજ્યભરમાં લોકડાઉન  જાહેર કરેલ ત્યારે અમદાવાદમાં  લેબર કામ કરતા મજૂરી વર્ગના પરિવાર ને બિલ્ડરોએ સૂચના આપેલી કે અત્યારે તમારા ઘરે તમારા વતનમાં જતા રહો આ પરિવારને વાહન ન મળતાં 200 કિલોમીટર અંતર કાપીને અમદાવાદ કઠલાલ બાલાસિનોર લુણાવાડા તમામ ગામો ફરીને સંતરામપુર આવી પહોંચ્યા હતા.દરેક વાહનો બંધ થઈ જતા મજબૂરીમાં ચાલીને પોતાના પરિવાર સાથે રાજસ્થાનના આનંદપુરી ગામના ચાલીને જશે.

પગપાળા માદરે વતન આવી રહેલા મજૂરો સુધી પૂરતી સહાય પહોંચાડી  હાલમાં અમદાવાદ તરફથી આપણા દાહોદ, ઝાલોદ, ફતેપુરા, સંતરામપુરનાં મારા બાંધવો મજુરી કડીયાકામ અર્થે ગયેલા હતા.તે ગુજરાત લોકડાઉન થવાથી પગપાળા ચાલતા પોતાના માદરે વતન આવવા નીકળી પડ્યા છે. તેમાં ખેડાપા, ભાણાસીમલ, સીમલિયાનાં મારા ભાઈઓ જોડે વાત થઈ છે. દાહોદ અને મહીસાગરના કલેકટરશ્રીઓ સાથે વાત કરેલ છે.

કઠલાલ નગરપાલિકા પ્રમુખશ્રી તથા મહેમદાવાદનાં ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણ તથા પરાગ શેઠ તથા સંઘના કાર્યકર્તાઓ પાણી, ચા-બિસ્કીટની વ્યવસ્થા કરેલ છે.મેડિકલ ટીમો ચકાસણી કરી માદરે વતન મોકલવા માટેની વ્યવસ્થા થાય તેવી સુચનાઓ આપેલ છે તથા આગળ પણ લોકસંપર્ક રાખી મદદ કરવામાં આવશે.

સંતરામપુર પોલીસ સ્ટાફની પ્રશંસનીય કામગીરી:મજૂરોને સહાય કરી માનવતાની મહેક પ્રસરાવી 

અમદાવાદથી ચાલીને સંતરામપુર ખાતે પહોંચેલા મજુર અને લેબર કામ કરતાં માણસો સંતરામપુર પોલીસ આપે નાસ્તો અને પોતાના વતનમાં પહોંચાડવા માટેની સુવિધા પૂરી પાડી હતી.

error: Content is protected !!