Friday, 26/04/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના એક ગામની આંગણવાડીમાં ફરજ બજાવતી આશરે ૪૫ વર્ષીય આગણવાડી સંચાલિકા છેલ્લા વીસ દિવસથી ગુમ:ઘરેથી સુખસર કપડા સીવડાવવા નીકળ્યા બાદ પરિણીતા પરત ઘરે નહીં ફરતા પતિએ સુખસર પોલીસમાં કરી રાવ

ફતેપુરા તાલુકાના એક ગામની આંગણવાડીમાં ફરજ બજાવતી આશરે ૪૫ વર્ષીય આગણવાડી સંચાલિકા છેલ્લા વીસ દિવસથી ગુમ:ઘરેથી સુખસર કપડા સીવડાવવા નીકળ્યા બાદ પરિણીતા પરત ઘરે નહીં ફરતા પતિએ સુખસર પોલીસમાં કરી રાવ

  બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના એક ગામની આંગણવાડીમાં ફરજ બજાવતી આશરે ૪૫ વર્ષીય આગણવાડી સંચાલિકા છેલ્લા વીસ દિવસથી ગુમ:ઘરેથી સુખસર કપડા સીવડાવવા નીકળ્યા બાદ પરિણીતા પરત ઘરે નહીં ફરતા પતિએ સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરી.

સુખસર ,તા.૩૦

ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં સગીર કિશોરીઓ તથા પરણિતાઓના ગુમ થવાના અને અપહરણ બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે.તેમાં વધુ એક બનાવ ફતેપુરા તાલુકાના એક ગામડાની આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી સંચાલિકા તરીકે ફરજ બજાવતી ૪૫ વર્ષીય મહિલા છેલ્લા પંદર દિવસથી ગુમ થતાં તેની ગુમશુદા પરિણીતાના પતિ દ્વારા સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર પાસે આવેલ એક ગામડાના ઘટક-૨ માં આંગણવાડી સંચાલિકા તરીકે ફરજ બજાવતી ૪૫ વર્ષીય પરિણીતાના ગત ૨૦ વર્ષ અગાઉ સુખસર પાસે આવેલ એક ગામડાના યુવાન સાથે સમાજના રિવાજ મુજબ લગ્ન થયેલ હતા. અને હાલ તેઓને સંતાનમાં બે પુત્રો તથા એક પુત્રી છે.અને પતિ-પત્ની નો ઘર સંસાર સારી રીતે ચાલતો આવેલ છે. જ્યારે પરિણીતાના પતિ સહિત તેનો એક પુત્ર ગત સપ્ટેમ્બર માસમાં જુનાગઢ બાજુ મજુરી ગયેલ હતા. જ્યારે એક પુત્ર તથા એક પુત્રી સાથે પરિણિતા ઘરે હતી.અને આ પરણિતા ગામમાં જ આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી સંચાલિકા તરીકે વર્ષોથી ફરજ બજાવી રહેલ છે.આ આગણવાડી સંચાલિકા ગત ૧૦ ઓક્ટોબર-૨૦૨૦ ના રોજ ઘરના સભ્યોને સુખસર કપડા સીવડાવવા જાઉં છું,તેમ જણાવી બપોરના બે વાગ્યાના અરસામાં કપડા લઇ ઘરેથી નીકળેલ.ત્યારબાદ આ પરણિતા મોડા સુધી પરત ઘરે નહીં ફરતા તેની પરિચિતો તથા સગા સંબંધીઓમાં ભાળ મેળવવા છતાં તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો.જેથી તેની જાણ મજુરી કામે ગયેલા પરિણીતાના પતિ ને કરવામાં આવી.પરિણીતાના પતિએ પણ તમામ જગ્યાએ શોધખોળ કરવા છતાં આજદિન સુધી શંકાસ્પદ રીતે ગુમ થયેલ મહિલાની કોઇ ભાળ મળી ન હોવાનું જાણવા મળે છે.

પરંતુ પરિણીતાના પતિ ઉપર ત્રણ જેટલા અલગ-અલગ મોબાઈલ નંબરથી કોલ આવે છે.અને તે લોકો પરણિતાના સંતાનોની ખબર અંતર પૂછી જણાવે છે કે,તમારી પત્ની તમારા ઘરે આવી જશે તમો ચિંતા કરશો નહીંનુ આશ્વાસન આપી રહ્યાં હોવાનું જાણવા મળે છે. જ્યારે શંકાસ્પદ રીતે ગુમ થયેલી પરણિતાનો મોબાઇલ ગુમ થયેલ તે દિવસથી સ્વીચ ઓફ આવતો હોવાનું પરિણીતાના પતિ દ્વારા જાણવા મળે છે.જ્યારે અજાણ્યા ૩ મોબાઈલ ધારકોના મોબાઈલ ચાલુ હોવાનું જાણવા મળે છે. અને આ મોબાઈલ નંબરો પૈકી એક મોબાઇલ નંબર સૌરાષ્ટ્ર તરફનો,બીજો મોબાઈલ નંબર મધ્યપ્રદેશ સાઇડનો અને ત્રીજો મોબાઇલ નંબર જાતિની દ્રષ્ટિએ જોતા ફતેપુરા તાલુકાના સ્થાનિક વિસ્તારનો હોવાની બિન સત્તાવાર રીતે પ્રાથમિક જાણકારી મળેલ છે.અને આ બાબતે પરિણીતાના પતિ દ્વારા સુખસર પોલીસ સ્ટેશનમાં મોબાઈલ નંબરો સાથે ૨૬ ઓક્ટોબર-૨૦ના રોજ લેખિતમાં જાણ કરી હોવાનું જાણવા મળે છે. ઢળતી ઉંમરે પત્ની ગુમ થતા પત્નીના વિરહમાં ઝૂરી રહેલો પરિણીતાનો પતિ પરણિતાની શોધખોળ માટે દર દરની ઠોકરો ખાઈ રહ્યો છે. અને ઢળતી ઉંમરે પત્ની સાથે કોઈએ દગો કરી ગુમ કરી છે કે,તેનું અપહરણ કરવામાં આવ્યું? અથવા તો પરણિતા જાણીજોઈને ગુમ થઈ? તેવા પ્રશ્નો પરિણીતાના પતિને સતાવી રહ્યા છે.અને આ પ્રશ્નનું નિરાકરણ ત્યારે જ આવે જ્યારે પરિણીતા પતિના ઘરે પરત ફરે !

error: Content is protected !!