Thursday, 28/03/2024
Dark Mode

દાહોદ તાલુકાના નીમનળિયા ગામે ખુલ્લા ખેતરમાં પડેલી મકાઈની કડબમાં અકસ્માતે લાગી આગ:ખેતર માલિકને હજારો રૂપિયાનું નુકશાન

દાહોદ તાલુકાના નીમનળિયા ગામે ખુલ્લા ખેતરમાં પડેલી મકાઈની કડબમાં અકસ્માતે લાગી આગ:ખેતર માલિકને હજારો રૂપિયાનું નુકશાન

  જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૩૦

દાહોદ તાલુકાના નીમનળીયા ગામે ખેતરમાં પડેલી મકાઈના કડબમાં અચાનકે આગ ફાટી નીકળતાં મકાઈની સંપુર્ણ કડબ બળીને રાખ થઈ જતાં ખેડુતોનું હજારો રૂપીયાનું નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે.

મકાઈના કડબમાં લાગેલી આગના દ્રશ્યો 

નીમનળીયા ગામે કાંટસ ફળિયામાં કેટલાક ખેડુતોના પોતાના ખેતરમાં મકાઈની કડબ મુકી રાખી હતી. આ મકાઈની કડબમાં આકસ્મીક રીતે આગ ફાટી નીકળતા જાેતજાેતામાં આગે વિકરાળી રૂપ ધારણ કરી લીધું હતું. પ્રચંડ આગમાં મકાઈની કડબ સંપુર્ણ બળી ગઈ હતી.અને ખેડુતોના આ પાકનું હજારોનું નુકસાન થઈ ગયું હતુ. સ્થાનીકોનો લોકટોળા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘર, આગણના પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ આગ એટલી પ્રચંડ હતી કે આ પાણીના મારાથી આગ હોલવાઈ ન હતી. આખરે ફાયર ફાયટરોને જાણ કરાતાં ફાયર ફાઈટરના લાશ્કરો પાણીના બંબા સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.

————————————-

error: Content is protected !!