Friday, 06/12/2024
Dark Mode

ગુજરાત પોલીસ નિશાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત સુખસર પોલીસ સ્ટેશન રોશનીથી શણગારાયું

ગુજરાત પોલીસ નિશાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત સુખસર પોલીસ સ્ટેશન રોશનીથી શણગારાયું

હિતેશ કલાલ @ સુખસર 

ગુજરાત પોલીસ નિશાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત સુખસર પોલીસ સ્ટેશન રોશનીથી શણગારાયું, આજે કરાઈ ખાતે “પ્રેસિડેન્ટ કલર્સ ” સમાન કાર્યક્રમ યોજાશે, કાર્યક્રમને લઇ પોલીસ જગતમાં અનેરો ઉત્સાહ

 સુખસર તા.15

ગુજરાત રાજ્યમાં 15 ડિસેમ્બરે એટલે કે આજે યોજાનાર પ્રેસિડેન્ટ કલર્સ સન્માન કાર્યક્રમ ને લઇ પોલીસ વિભાગમાં આનંદ જોવા મળી રહ્યો છે ગાંધીનગરના કરાઈ ખાતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના હસ્તે સન્માન એનાયત નો કાર્યક્રમ અંતર્ગત સુખસર પોલીસ મથક ને ઉજવણી રૂપે સાજ-શણગાર કરી રોશનીથી શણગારાયું હતું

    ગુજરાત રાજ્ય પોલીસ ને રાષ્ટ્રપતિના હસ્તે નિશાન પ્રધાન ઇનાયત કાર્યક્રમને લઇ દાહોદ જિલ્લા પોલીસમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે “પ્રેસિડેન્ટ કલર્સ” સન્માન કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર ના કરાય ખાતે આજ રોજ રવિવાર ને વૈકયા નાયડુ ના હસ્તે કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવેલ ધ્વજ અને વિશેષ પ્રતીક ગુજરાત પોલીસને એનાયત કરવામાં આવશે આ કાર્યક્રમની ઉજવણીને લઇ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ મથકોને સાજ શણગાર કરી રોશનીથી શણગારવામાં આવ્યા છે.

error: Content is protected !!