Thursday, 07/11/2024
Dark Mode

દાહોદમાં હનીટ્રેપનો મામલો આવ્યો પ્રકાશમાં : વેપારીને બ્લેકમેલ કરી પૈસા પડાવતી બે મહિલા સહિત 5 જણાને રંગેહાથે ઝડપી પાડતી પોલીસ

દાહોદમાં હનીટ્રેપનો મામલો આવ્યો પ્રકાશમાં : વેપારીને બ્લેકમેલ કરી પૈસા પડાવતી બે મહિલા સહિત 5 જણાને રંગેહાથે ઝડપી પાડતી પોલીસ

જીગ્નેશ બારીઆ @ દાહોદ 

દાહોદ તા.૧૪

દાહોદ શહેરમાં એક હનીટ્રેપનો ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં બે યુવતી સહિત પાઁચ જણાએ એક યુવકને  શહેરના ગોધરા રોડ ખાતે બોલાવી યુવકના યુવતી સાથે ફોટા પાડી, ધાકધમકીઓ આપ્યા બાદ પોલીસમાં ખોટી ફરિયાદ કરવાની ધમકી પણ આપી હતી અને યુવકને બ્લેકમેલ કરી તેની પાસેથી રૂ.૨૫ હજાર બળજબરી પુર્વક પડાવી લઈ બાકીના ૫૦ હજારની માંગણી કરી હતી અને નહીં આપે તો મારી નાંખવાની ધમકી યુવકને આપતાં યુવકે પોલીસનો સહારો લીધો છે.

પ્રિતીબેન, જાવેદ, રહીમ અને બીજા એક મહિલા અને એક ઈસમ મળી  પાંચેય જણાએ એકબીજાના મેળાપીપળામાં પુર્વ આયોજીત ગુનાહીત કાવતરૂ રચ્યુ હતુ. ગત તા.૧૨.૧૨.૨૦૧૯ના રોજ પ્રિતીબેને નક્કી કરેલ જગ્યાએ એટલે કે, શહેરના ગોધરા રોડ ખાતે દાહોદ શહેરના માતંગીનગર વિસ્તારમાં રહેતા કિશોરભાઈ ઉર્ફે બામ બંસીલાલ ખંડેલવાલને ગોધરા રોડ ખાતે પ્રિતીબેન લઈ હતી જ્યા એક ઈસમ આવેલ અને કિશોરભાઈને બેફામ ગાળો બોલવા લાગેલ હતો. આ દરમ્યાન અજાણ્યા યુવકે કિશોરભાઈ અને પ્રિતીબેનના ફોટા પાડી લીધા હતા અને ત્યાર બાદ જાવેદ અને રહીમ નામક ઈસમો પણ ત્યા આવી પહોંચ્યા હતા. પ્રિતિ,જાવેદ,રહીમ તથા અજાણ્યા ઈસમે કિશોરભાઈને ફરીયાદ કરવાની ધાકધમકીઓ આપી હતી અને બાદમાં રૂ.૨૫ હજાર કિશોરભાઈ પાસેથી બળજબરી પુર્વક કઢાવી લીધા હતા. બાકીના રૂ.૫૦ હજારની માંગણી પણ કરી હતી અને જો રૂપીયા નહીં આપે તો કિશોરભાઈને મારી નાંખવાની ધમકી આપતા આ સંબંધે કિશોરભાઈ ઉર્ફે બામ બંસીલાલ ખંડેલવાલે દાહોદ શહેર પોલીસ મથકે પ્રિતીબેન, જાવેદ, રહીમ તથા બીજા એક મહિલા તેમજ અન્ય એક  ઈસમ મળી  પાંચેય જણ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઉપરોક્ત ટોળકીને ઝડપી પાડી તેઓને જેલના સળિયા પાછળ ધકેલી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!