આસુરી શકિત પર દૈવી શકિતના વિજય સમા હોળીના તહેવારની આજે ધામધુમથી દાહોદ શહેર સહીત જીલ્લામાં તમામ નાના મોટા ગામોમાં હોળી પર્વની ઉજવણી પરંપરા મુજબ કરવામા આવી હતી.આવી કારમી મોઘવારીમાં અસુષ્ય ભાવવધારાના કારણે બજારોમાં હોળીના પર્વમાં એક વસ્તુ ખરીદવા દશ માણસનું ટોળુ આવતુ હોવાથી બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી . પરંતુ જોઇએ તેટલી ઘરાકી મળી ન હતી . હોળીના ચાર પાંચ દિવસ અગાઉથી ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓ ઉપર મોટા પથ્થર મુકી દઇ અવરોધ મુકી આવતા જતા વાહનોને રોકી ગોટના નામે પૈસા ઉઘરાવવામાં આવે છે દાહોદ શહેરમાં હોળીના પર્વની આગવી રીતે ઉજવણી કરવામાં આવે છે . શહેરમાં આમ તો મહોલ્લે મહોલ્લે હોળી પ્રગટાવવામાં આવે છે પરંતુ સૌ પ્રથમ શહેરની મુખ્ય ગણાતીગાંધી ચોક હોળી પ્રગટાવ્યા બાદ તેમાંથી મશાન પ્રગટાવી તમામ મહોલ્લામાં લઇને પોતાના મહોલ્લાની હોળી પ્રગટાવાય છે . હોળી શહેરની મુખ્ય ગાંધીચોકની પ્રગટાવાય છે.ઇકો ફ્રેન્ડલી હોળી શહેરની મુખ્ય ગાંધીચોકની પ્રગટાવ્યા બાદ તુરંત ઝંડી લુંટવા માટે પડાપડી થાય છે.તેમાં ઘણી વખત મારામારીના પ્રસંગો થાય છે અને ઝગડો પણ થાય છે . દાહોદ શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી મહોલ્લામાં અને ગલીઓમાં ટાબરીયા રંગના ફુગ્ગા ભરી છુટ્ટા ફેકી હોળીની ઉજવણીની શરુઆત કરી દીધી હતી .હોળી પર્વ બાદ બીજા દિવસે ઘુળેટીનો પર્વ દાહોદ શહેર જીલ્લાના ગામોમાં નગરજનો ધુળેટીના પર્વને એક બીજાને ગુલાલ કંકુ વગેરેનો છંટકાવ આપી કલરીંગ પાણીથી પલાળી આનંદ ભર્યા વાતાવરણમાં ધુળેટી પર્વની ઉજવણી કર્યા બાદ ગુલાલ – કંકુનો છંટકાવ તથા કરે છે.હોળી ધુળેટી પર્વ નિમિતે વૈષ્ણવ કેસુડાના કલરની દર્શનાર્થીઓ નાચગાન કરી મંદિરોમાં હોળીના રસીયા સંગીતમય કરી આ પર્વને શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણ સુરક્ષા હેતુસર પર્યાવરણની જાણવણી કાજે ઇકો ફેન્ડલી હોળી પ્રકટ કરાઇ
આજરોજ હોળીકા દહનનો કાર્યક્રમ 07:15 કલાકે સૌ પ્રથમ ગાંધીચોકની હોળીની શરુઆત થઇ હતી ત્યારબાદ ત્યાંથી મશાલ દ્વારા દાહોદ નગરની તમામ હોળી પ્રગટાવામાં આવી હતી . આ વખતે ગાંધીચોકની હોળીમાં પર્યાવરણને નુકશાન ન થાય તે હેતુથી ઘાસ અને છાણાની હોળી કરી ઇકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવી હતી . હિન્દુ ધર્મની પરંપરા મુજબ હોળી ફાગણ માસની પૂર્ણિમાંએ હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે . શહેરમાં અને ગામોમાં વિવિધ સ્થળોએ હોળીકાની પૂજા કરી હોળી પ્રગટાવવામાં આવી હતી . દાહોદ શહેરની મુખ્ય હોળી શહેરમાં ગાંધીચોક ખાતે સૌ પ્રથમ હોળી પ્રગટાવાય છે.જેમાં છેલ્લા બાર તેર વર્ષથી અલગ અલગ સમાજ તરફથી ગાંધીચોક જ મુખ્ય હોળીનું પુજને કરવામાં આવે છે . તેવી જ રીતે આ વર્ષે ગાંધીચોકની હોળી પ્રગટાવવામાં આવી હતી . દાહોદમાં વર્ષોથી ગાંધીચોકની પરંપરા રહી છે કે અહીં હોળીના તહેવારમાં હોળી પ્રાગટ્ય માટે લાકડાનો ઉપયોગ કરવામાં ? આવતો નથી તેની જગ્યાએ છાણા અને ઘાસનો ઉપયોગ કરવામાં આવે છે. જેનો હેતુ એવો હોય છે કે લાકડા માટે વૃક્ષ કાપવા નહી અને પર્યાવરણની જાળવણી થાય . આ વર્ષે શહેરમાં ઘણી જગ્યાઓ ઉપર ઇકોફ્રેન્ડલી હોળીની ઉજવણી : કરવામાં આવી હતી .
ઢબુકતાં ઢોલના તાલે નૃત્યની જમાવટ કરતા આદિવાસીઓ
દાહોદ , તા . ૨૦ વર્ષો જૂની પરંપરા અનુસાર દાહોદ જીલ્લાના જુદાજુદા વિસ્તારમાં હોળીના પર્વને અનુલક્ષીને આમલી અગિયારથી છેક રંગ પંચમી સુધી જુદા જુદા નામે પ્રચલીત લોકમેળા યોજાય છે . પરિવાર સાથે આખો દિવસ મનભરીને લોકો મેળાની મજા માણે છે . સાથેસાથ ઘર વપરાશની ખરીદી કરે છે , ખાણી પીણીનો આનંદ અનુભવતા હોય છે . દાહોદ જીલ્લામા ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા આદિવાસીઓ ધબકતા જીવન એટલે . હોળીનો તહેવારો અને મેળાઓ આખું વર્ષ આદિવાસી સમુદાય કુટુંબનું ભરણ પોષણ માટે ખેતી અને મજુરી કરવામાં જોતરાયેલા રહે છે . પરંતુ હોળીને તહેવાર આવે એટલે સેકડો કિલોમીટર દૂરથી આદિવાસી સમુદાય કામ ધંધો છોડી હોળી ધુળેટીનો તહેવાર મનાવવા અને ગ્રામજનો પ્રિયજનો સાથે મળવા હર વર્ષે પોતાના વતન આવી નવા વર્ષની ઉજવણી . કરે છે . દાહોદ જીલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં આખા વર્ષની મહેનત બાદ પાક ઉતારવી તેથી આનંદ માણવા માટે અને સમાજમાં સગા સંબંધીઓને મળવા માટેનો પ્રસંગ હોય છે . ઢોલ વાંસળી તથા વાંજીત્રો સાથે આનંદ મસ્તીથી નાચતા કુદતા આદિવાસીઓને – નિહાળનારને જીવનનો મોટો લ્હાવો છે આવા મેળામાં પરંપરાગત પહેરવેશના દર્શન થાય છે . અને આનંદમાં તહેવારની મોજમજા માણે છે .