Wednesday, 11/12/2024
Dark Mode

દાહોદ જિલ્લા પ્રજાપતિ સમાજ દ્વારા મેડિકલ સમિટ કાર્યક્રમ યોજાયો

દાહોદ જિલ્લા પ્રજાપતિ સમાજ દ્વારા મેડિકલ સમિટ કાર્યક્રમ યોજાયો

હિતેશ કલાલ @ સુખસર 

દાહોદ જિલ્લા પ્રજાપતિ સમાજ દ્વારા મેડિકલ સમિટ કાર્યક્રમ યોજાયો.106 વિદ્યાર્થીઓને સમાજ દ્વારા કીટનું વિતરણ કરાયું.

સુખસર તા.09

દાહોદ જિલ્લા પ્રજાપતિ સમાજ મેડીકલ –  પેરામેડીકલ સમીટ 2020 નો કાર્યક્રમ તા. 08/03/2020 ના રોજ દાહોદ મુકામે યોજાયો હતો.જેમા દાહોદ જિલ્લા ના મેડીકલ –  પેરામેડીકલ ના 106 વિધ્યાર્થી / ડોક્ટર્સશ્રી  એ  ઉત્સાહભેર રજીસ્ટ્રેશન કરાવી ભાગ લીધો હતો.જેમા આકર્ષક સોવિનિયર નું  વિમોચન  ડો.વિજયકુમાર ચંદુલાલ પ્રજાપતિ દ્વારા  કરવામાં આવ્યું હતું તથા કિટ નું વિતરણ કરવામા આવ્યુ હતુ.

આ શુભ પ્રસંગે ડો.વિજયકુમાર ચંદુલાલ પ્રજાપતિ દ્વારા સમાજના વિદ્યાર્થીઓને ખૂબ જ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ જીવનમાં આગળ વધી પ્રજાપતિ સમાજ ને શૈક્ષણિક રીતે મજબૂત બનાવવા  માટે તેમના સુંદર અને સ્પષ્ટ વક્તવ્યમાં કહેવામાં આવ્યું હતું
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન દાહોદ જિલ્લા પ્રજાપતિ સમાજ અમદાવાદ  ના પ્રમુખ  પ્રવીણચંદ્ર એમ. પ્રજાપતિ તથા તેમની ટીમ દ્વારા કરવામા આવ્યુ હતુ.
error: Content is protected !!