દે. બારીયાના નાડાતોડમાં 108ના કર્મચારીઓએ પોતાની ઉત્કૃષ્ટ કામગીરી કરી મહિલાની પ્રસુતિ કરાવી:મહિલા અને બાળક હેમખેમ

Editor Dahod Live
1 Min Read

 મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના નાડાતોડ ગામમાં ગર્ભવતી મહિલાને  પ્રસુતાની પીડા ઉપડતા તેના પરિજનોએ  108 ને જાણ કરતા  દેવગઢબારિયાની સીએસસી સેવાનીયાંની 108 એમ્બ્યુલનસે તાત્કાલિક સ્થળ પર પહોંચી 30 વર્ષીય ગર્ભવતી સુમિત્રાબેન.બી.સુથારને લઇ  તાત્કાલિક હોસ્પિટલ જવા નીકળ્યા હતા અને રસ્તામાં જ દુખાવો વધુ ઉપડતા એમ્બ્યુલન્સના ફરજ પરના કર્મચારી એ બેબી ડિલિવરી કરાવી હતી. E.M.T નિલેશભાઈ નાયક અને પાઇલોટ કિરણભાઈ બારિયાએ મહિલાની સફળ પ્રસુતિ કરાવી હતી. અને બાળક અને માતાની વધુ સારવાર માટે સી.એચ.સી ડભવા હોસ્પિટલ દાખલ કર્યા હતા અને બાળક અને માતા હેમખેમ હોવાનું જાણવા મળેલ છે. ત્યારે 108 ના પાઇલોટ અને ઈએમટીએ પોતાની ઉત્કૃષ્ઠ કામગીરીનો દાખલો આપી પોતાની ફરજ અદા કરી હતી.

Share This Article