Sunday, 16/02/2025
Dark Mode

દાહોદ જિલ્લાના આદિવાસીઓની અનોખી પરંપરા:મૃત સ્વજનોના અસ્થિનું વિસર્જન આમલી અગિયારસના દિવસે ભીમકુંડ માં કરાય છે

દાહોદ જિલ્લાના આદિવાસીઓની અનોખી પરંપરા:મૃત સ્વજનોના અસ્થિનું વિસર્જન આમલી અગિયારસના દિવસે ભીમકુંડ માં કરાય છે

 જીગ્નેશ બારીયા @ દાહોદ/વિપુલ જોશી @ ગરબાડા 

દાહોદ, તા.પ
હોળીના તહેવાર પહેલા આમલી અગિયારસે દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના આજુબાજુના ગામના લોકો આમલી અગિયારસના દિવસે તેમના સ્વજનોના અસ્થિનું  વિસર્જન રામડુંગરા ગામે આવેલ ભીમકુંડમાં કરે છે. આ સમાજના લોકોની વર્ષોથી પરંપરા આ રહી છે. કોઈપણ સ્વજનનું મૃત્યુ થાય તો તેના અસ્થિ ઘરની બહારની જગ્યામાં દાટી દેતા હોય છે. અને હોળીની જ્યારે પ્રથમ અગિયારસ એટલે કે આમલી અગિયારસ હોય ત્યારે જે તે મૃતક સ્વજનના અસ્થિ વિસર્જન ભીમકુંડમાં કરાય છે.જોકે અહિંના આદિવાસી સમાજના લોકોની એવી પણ માન્યતા છે કે આ જગ્યાએ પાંડવો આવ્યા હતા. અને આ જગ્યાએ પાંચકુડ છે. જેથી આ જગ્યાએ દેવોનો પણ વાસ છે. જેથી અહી અસ્થિ પધરાવવાથી સ્વજનોની આત્માને મોક્ષ મળે છે. અહીંયા અસ્થિ પધરાવનાર વ્યક્તિનું કહેવું છે કે વહેલી સવારથી જ ભીમકુંડ ખાતે આદિવાસી સમાજના લોકો ખુબ જ મોટી સંખ્યામાં આવ્યા હતા અને ઢોલ નગારા વગાડીને તેમની સદીઓ જુની પરંપરા પ્રમાણે પોતાના સ્વજનોના અસ્થિઓ  આ ભીમકુંડમાં વિસર્જન કર્યા હતા. કેટલાક લોકો એમ માને છે કે અહીંયા અસ્થિ વહાવવાથી અમને કાશીમાં અસ્થિ  વહાવ્યા જેટલુ પુણ્ય મળે છે.અહી ભગવાન શ્રીકૃષ્ણનો વાસ હોવાનું કહેવાય છે. સદીઓથી આ પ્રથા ચાલતી આવતી હોવાથી ર૧મી સદીના યુગમાં પણ આ સમાજના લોકો આ પ્રથાને જીવંત રાખે છે. પરંતુ કેટલાક લોકો હવે આ પ્રથા આપણા બાપદાદાઓ છોડી ગયા હતા કારણ કે તે જમાનામાં બધા મજુરીએ જતા હતા. અને હોળીના પુર્વે જ બધા ઘરે આવતા હતા. આદિવાસી સમાજના લોકો પોતાની સદીઓ જુની પ્રથાને અનુસર છે તેવુ એક ગામના વૃધ્ધ વ્યક્તિનું કહેવું છે.

error: Content is protected !!