Wednesday, 11/12/2024
Dark Mode

સંતરામપુર: નગરપાલિકા તેમજ પોલીસતંત્રે સંયુક્ત ઝુબેશ ચલાવી પથારાવાળાઓને દુર કર્યા

સંતરામપુર: નગરપાલિકા તેમજ પોલીસતંત્રે સંયુક્ત ઝુબેશ ચલાવી પથારાવાળાઓને દુર કર્યા

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.04

સંતરામપુર નગરમાં સુખી નદીનો પુલ ખુલ્લો કરવામાં આવ્યો સંતરામપુર નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત ઝુબેશ ચલાવી સૂકી નદીના પુલ ઉપર નાના મોટા વેપારીઓ દ્વારા પથારા કરી વેપાર ધંધો કરતા હતા.જેના લીધે દિવસભર પુલ ઉપર ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી.અને વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હતા પુલની બંને સાઇડમાં નગરપાલિકા દ્વારા રાહદારીને ચાલવા માટે ફૂટપાથ બનાવવામાં આવેલું હતું અને તેનો ઉપયોગ વેપારીઓ શાકભાજીના પથારા કરી  કબજે કરી મૂક્યો હતો. આના કારણે દિનપ્રતિદિન ટ્રાફિક સમસ્યા વિકટ બની ગઈ હતી.સૂકી નદીના બ્રિજ પર તંબુ મારીને વેપારીઓએ આ પુલને કબજે કરી મૂક્યો હતો. વેપારીઓ પુલની બંને સાઇડ માં બેસીને આખા પુલને ભરચક કરી દીધો હતો આ પુલ ઉપર સાંજે અને સવારે સ્કૂલનો બાળકો સંખ્યાબંધ પસાર થતા હોય છે અને ટ્રાફિક સમસ્યા વધવાના કારણે રાહદારીઓ સ્કૂલના વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી.તે બાબતેની ગંભીર નોંધ લઇ આજરોજ  નગર પાલિકા અને પોલીસ વિભાગે સંયુક્ત ઝુબેશ ચલાવી પુલ ઉપરથી પથારાવાળાને દુર કરી રોડ ખુલ્લું કરાવી પથારાવાળાઓને  સુચના આપવામાં આવેલી કે હવે પછીથી આ પુલ પર દબાણ કરશો તો  સાધનસામગ્રી જપ્ત કરી  દંડ વસૂલ કરવામાં આવશે તેવી કડક સૂચના આપવામાં આવી હતી.

error: Content is protected !!