Tuesday, 03/12/2024
Dark Mode

સંતરામપુર ગોધરા ભાગોળ વિસ્તારનો મુખ્ય માર્ગમાં ગટરના પાણીથી ઠેર-ઠેર ગાબડાં:વાહનચાલકો નર્કાગાર જેવી પરિસ્થિતિનો સામનો કરવા મજબૂર

સંતરામપુર ગોધરા ભાગોળ વિસ્તારનો મુખ્ય માર્ગમાં ગટરના પાણીથી ઠેર-ઠેર ગાબડાં:વાહનચાલકો નર્કાગાર જેવી પરિસ્થિતિનો સામનો કરવા મજબૂર

ઇલ્યાસ શેખ @ સંતરામપુર1

સંતરામપુર તા.04

સંતરામપુર નગરના ગોધરા ભાગોળ વિસ્તારનો મુખ્ય માર્ગ નર્કાગાર સમાન બની જવા પામ્યો છે.સંતરામપુર નગરમાં ગત વર્ષે માર્ગ અને મકાન વિભાગે  નગરપાલિકાના વિસ્તારમાં આવેલા સંતરામપુરનો મુખ્ય માર્ગ બનાવવામાં આવ્યું હતું પણ આ મુખ્ય રસ્તા પર વરસાદી પાણીની ગટર ઉભરાતા રસ્તા પર જ કાયમ પાણી ભરાઈ રહેતા નવો જ બનાવેલો  રસ્તો તૂટી ગયો છે તંત્ર દ્વારા માતબર રકમ ખર્ચ કરીને આ મુખ્ય રસ્તો બનાવવાથી આ રસ્તો વાહન ચાલકોની 24 કલાક અવર જવર અને સૌથી વધારે ઉપયોગમાં આવતો હોય છે આ જગ્યાએ પાણી ભરાયા હતા નવો મુખ્ય રસ્તો ટુટી ગયો જોવા મળેલો છે ચારે બાજુ મોટા ખાડાઓ પડેલા જોવા મળી રહ્યા છે. આના કારણે વાહનચાલકોને અકસ્માતનો થવાનો ભીતિ સેવાઇ રહેલી છે સ્થાનિક રહીશો અહીંથી પસાર થતાં રોડ ઉપર ખાડા પડ્યા હતા અને પાણીના છાંટા ઉડતા સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે આ જગ્યાએ ક્યાંથી પાણી આવે છે અને કેમ ભરાઈ રહે છે તે તપાસનો વિષય બન્યો છે છેલ્લા એક માસથી સ્થાનિક નગરજનોને નગરપાલિકામાં રજૂઆત કરવા છતાંય નગરપાલિકા તંત્ર મૌન રાખીને બેઠી છે તેઓ ચર્ચાનો વિષય બન્યોછે ત્યારે  આ મુખ્ય રસ્તા પરથી કાયમી ધોરણ માટે  પાણીનો નિકાલ કરવામાં આવે તેવી નગરજનોની લાગણી તેમજ માંગણી છે. 

error: Content is protected !!