Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરા તાલુકામાં કોરોના સંક્રમણને અટકાવવા સાવચેતીના ભાગરૂપે ૮ ગામોને “બફર ઝોન” જાહેર કરાયા

ફતેપુરા તાલુકામાં કોરોના સંક્રમણને અટકાવવા સાવચેતીના ભાગરૂપે ૮ ગામોને “બફર ઝોન” જાહેર કરાયા

હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરા તાલુકામાં કોરોના સંક્રમણને અટકાવવા તકેદારીરૂપે ૮ ગામોને બફર ઝોન જાહેર કરાયા,માત્ર સવારે ૭ થી ૧૧ આવશ્યક સેવાઓ માટે જ રસ્તો ખુલ્લો રહેશે,સલરા, કુપડા,મોટી નાદુકણ,નાનિ નાદુકણ, નાનાસરણાયા રતનપુર નેશ, ડામોર ની નેશ, અને ઝેર ગામનો સમાવેશ,ઘરે રહો સુરક્ષિત રહો તેવી તંત્રની અપીલ 

સુખસર.તા.01

ફતેપુરા તાલુકાના સરહદે આવેલા સંતરામપુરના બટકવાડા માં કોરોના પોઝિટિવ કેસ આવ્યો હોવાને લઇ ફતેપુરાના ૮ ગામોને કલેકટર દ્વારા બફર ઝોન જાહેર કરાયા છે માત્ર સવારે સાત હજાર સુધી આવશ્યક સેવાઓ માટે એક જ રસ્તો ખુલ્લો રાખવામાં આવશે તેવું જણાવ્યું હતું કોરોના સંક્રમણને અટકાવવા કામગીરી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
કોરોના સંક્રમણને અટકાવવા lockdown ની સ્થિતિ ચાલી રહી છે જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા લોકોએ પોતાના ઘરમાં સુરક્ષિત રહેવાની તંત્ર દ્વારા વારંવાર સૂચના આપવામાં આવી રહી છે છતાં કેટલાક લોકો સૂચનાનો અમલ કરતા ન હોવાનું જણાઇ રહ્યું છે જેમાં સંતરામપુર તાલુકાના બટકવાડા વિસ્તારમાં એક મહિલાને કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આ મહિલા ફતેપુરા તાલુકાના કેટલાક ગામોમાં મહેમાનગતિ માણી હોવાનું પણ જાણવા મળતા લોકોમાં ગભરાટ ફેલાઇ જવા પામ્યો છે તેમજ જિલ્લા કલેકટર વિજય ખરાડી દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા તકેદારીરૂપે ફતેપુરા તાલુકાના ૮ ગામોને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ કલમ ૩૪ હેઠળ બફર ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સલરા કુપડા મોટીનાદુકાન, નાનીનાદુકાન, નાનાસરણાયા, નેશડામોરની, રતનપુર નેશ, અને ઝેર ગામ નો સમાવેશ થાય છે. આ ગામોની પ્રજા માટે આવશ્યક સેવાઓના પુરવઠા સંબંધિત અવરજવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખવાનો રહેશે તેમ જ આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે સવારના ૭થી ૧૧ મુક્તિ આપવામાં આવશે તેઓ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. નિયમનું ઉલ્લંઘન કરનાર સામે જાહેરનામાનો ભંગ કલમ 188 મુજબ કાર્યવાહી કરાશે.

error: Content is protected !!