દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા સબજેલમાંથી મોડી રાત્રે બેરેક નંબર 1ના રૂમ નંબર 3 અને 4 ના તાળા તોડી 13 જેટલા કેદીઓ ભાગી ગયા હોવાના અહેવાલથી પોલીસબેડા સહિત જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે આ ઘટનાની જાણ વાયુવેગે થતાં જિલ્લાભરના તરેહ તરેહની ચર્ચાએ જોર પકડ્યું છે. બે મહિના પહેલા પહેલાજ બારીયા સબજેલમાંથી બે કેદીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા તે પૈકી એક કેદીને પોલિસે પકડવામાં સફળતા મેળવી છે. જ્યારે એક કેદી હજી પણ પોલીસની પકડથી દૂર છે. ત્યારે મોડીરાત્રે બે બેરેકના તાળા તોડી વધુ ૧૩ જેટલાં કેદીઓ ભાગી જવામાં સફળ રહેતા જેલ પ્રશાસનની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા પામ્યા છે. હાલ જિલ્લા પોલીસ વડા, ડીવાય એસપી,લોકલ ક્રાઈમ બ્રાંચ સહિતના પોલીસ કાફલો દેવગઢબારિયા સબજેલ ખાતે પહોંચી તમામ કેદીઓ રીતે ભાગ્યા છે તેના તાગ મેળવી તેમને પકડવાના પ્રયાસોમાં જોતરાઇ ગયા હોવાની પ્રાથમિક માહિતી મળવા પામી છે.