Wednesday, 11/12/2024
Dark Mode

*અમદાવાદ ખાતે કાર્યરત અલ્ટેવોલ એલેકઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી ખાતે ટેનિસમાં વિના મુલ્યે ભાગ લેવા ૨૪/૧૧/૨૦૨૪ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવું*

November 21, 2024
        3247
*અમદાવાદ ખાતે કાર્યરત અલ્ટેવોલ એલેકઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી ખાતે ટેનિસમાં વિના મુલ્યે ભાગ લેવા ૨૪/૧૧/૨૦૨૪ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવું*

રાજેશ વસાવે :- દાહોદ 

*અમદાવાદ ખાતે કાર્યરત અલ્ટેવોલ એલેકઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી ખાતે ટેનિસમાં વિના મુલ્યે ભાગ લેવા ૨૪/૧૧/૨૦૨૪ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવું*

*૧૦ થી ૧૪ વર્ષના ટેનીસ રમતના ખેલાડીઓ માટે ૨૫/૧૧/૨૦૨૪ થી ૬/૧૨/૨૦૨૪ સુધી સવારે ૧૦:૦૦ કલાકથી પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે*

દાહોદ તા. ૨૧

   સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને અલ્ટેવોલ એલેકઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી વચ્ચે અમદાવાદ ખાતે ટેનીસ રમતનું બિન નિવાસી કેન્દ્ર શરૂ કરવા માટે એમ.ઓ.યુ કરવામાં આવેલ છે. જે અનુસંધાને શુકન ૬ સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ ખાતે કાર્યરત અલ્ટેવોલ એલેકઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી ખાતે ૧૦ થી ૧૪ વર્ષના ટેનીસ રમતના ખેલાડી ભાઈઓ-બહેનોની પસંદગી વિદેશી કોચ દ્વારા વિના મુલ્યે તાલીમ આપવા માટે તારીખ ૨૫/૧૧/૨૦૨૪ થી ૬/૧૨/૨૦૨૪ સુધી સવારે ૧૦:૦૦ કલાકથી પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. 

રસ ધરાવતા તમામ ટેનિસ રમતના ખેલાડીઓએ તારીખ ૨૪/૧૧/૨૦૨૪ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી જરૂરી પ્રમાણપત્રો (જન્મનો પુરાવો, ટેનીસ રમતની સ્પર્ધામાં મેળવેલ સિદ્ધિઓના પ્રમાણપત્રો, GSTA Ranking, AITA Ranking, ITF Ranking પ્રમાણપત્ર) સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે.

*નોંધ*: રજીસ્ટ્રેશન માટે અલ્ટેવોલ અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી ૯૯૭૮૯૭૧૯૧૯ સંપર્ક કરવાનો રહેશે એમ જિલ્લા રમત વિકાસ અધિકારી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દેવગઢ બારીઆ, જિ. દાહોદ દ્વારા જણાવાયું છે.

૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!