કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકાના મલેકપુર ગામે કોંગ્રેસ પાર્ટી દ્વારા ચૂંટણીલક્ષી મીટીંગ યોજાઇ:200 ઉપરાંત લોકો કોંગ્રેસમાં જોડાયા
સીંગવડ તા.07
સિંગવડ તાલુકાના મલેકપુર ગામે કોંગ્રેસ પાર્ટી દ્વારા તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણીલક્ષી મલેકપુર ગામે સ્વ ધનાભાઈ કટારાના ઘર આંગણે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં દાહોદ જિલ્લાના માજી સાંસદ
પ્રભાબેન તાવિયાડ તથા સ્થાનિક કોંગ્રેસ પાર્ટીના નેતા પુનાભાઈ બારીયા ભુરસિંગ ડામોર વિમલ તાવિયાડ બાબુ નિસરતા વગેરે કાર્યકર્તાઓ તથા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ સુરેશ બારીયા વગેરે હાજર રહ્યા હતા. પ્રભાબેન તાવિયાડ દ્વારા ટૂંક સમયમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની હોય ભારી મતોથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને વિજય બનાવવા માટે આવાહન કરવામાં આવ્યું હતું તથા આ મિટિંગમાં રણધીકપુરમાંથી કાંતિભાઈ રંગા ભાઈ કિશોરી 200 માણસો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા.જ્યારે પીપળીયા ગામના દીપકભાઈ પરમાર પણ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા.તેમને મલેકપુર ગામે મિટિંગમાં હાજર રહીને કોંગ્રેસ પાર્ટીનો ખેસ પહેરાવ્યો હતો આ મિટિંગમાં મેથાણ જીલ્લા પંચાયત ની સીટના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા