Thursday, 20/01/2022
Dark Mode

દાહોદ:ઝાયડસ મેડિકલ કોલેજનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ, આરોગ્ય વિભાગ દ્વારા દર્દીના સંપર્કમાં આવેલા અન્ય વિદ્યાર્થીઓને કોરોનટાઇન કરાયાં

દાહોદ:ઝાયડસ મેડિકલ કોલેજનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ, આરોગ્ય વિભાગ દ્વારા દર્દીના સંપર્કમાં આવેલા અન્ય વિદ્યાર્થીઓને કોરોનટાઇન કરાયાં

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૦૬

દાહોદમાં ગઈકાલે કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓમાં એક વિદ્યાર્થી દાહોદની ઝાયડસ મેડીકલ કોલેજ એવી નીમનળીયાની કોલેજના વિદ્યાર્થીને પણ કોરોના પોઝીટીવ આવતાં સમગ્ર કેમ્પસમાં સ્તબ્ધતા સહિત ફફડાટ ફેલાતો જાેવા મળ્યો હતો. આ વિદ્યાર્થીના સંપર્કમાં આવેલ બીજા ૨૦ જેટલાં  વિદ્યાર્થીઓને કોરેન્ટાઈન કરવામાં આવ્યા હોવાનું બીન આધારભૂત સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે ત્યારે આ નીમનળીયાની કોલેજમાંથી આવનાર દિવસોમાં બીજા કેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત નોંધાશે કે કેમ?  તેને લઈને વિદ્યાર્થીઓ સહિત કોલેજના શિક્ષકો સહિતના લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

ગુજરાત સરકાર દિવાળી બાદ સ્કુલો, કોલેજાે ખોલવાનો માત્ર વિચાર કરી રહ્યું છે.ત્યારે હાલ પણ દાહોદ તાલુકાના નીમનળીયા ગામે આવેલ ઝાયડસ મેડીકલ કોલેજ ખાતે ગઈકાલે આવેલ કોરોના પોઝીટીવ દર્દીઓની લીસ્ટ પૈકી આ નીમનળીયા કોલેજનો એક વિદ્યાર્થી પણ કોરોના પોઝીટીવ હોવાનું સામે કોલેજના વિદ્યાર્થીઓ સહિત શિક્ષક મિત્રો તેમજ સ્ટાફ મિત્રોમાં ચકચાર મચી ગયો હતો. આ વિદ્યાર્થીની સંપર્કમાં આવેલા ૨૦થી વધુ વિદ્યાર્થીઓને કોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા હોવાની વાતો વહેતી થઇ છે. દાહોદમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણના કેસો ઘટતાં જાેવા મળ્યા હતા. પરંતુ બે – ત્રણ દિવસથી ફરી દાહોદ જિલ્લામાં કોરોનાએ માથું ઉચકતાં લોકોમાં ફરી ફફડાટ ફેલાયો છે. શીયાળાની ઋતુનો પણ આરંભ થઈ ચુક્યો છે અને મેડીકલ સાયન્સના અહેવાલો પ્રમાણે શીયાળાની ઋતુમાં ફરીવાર કોરોના માથુ ઉચકશે તેવા એંધાણો પણ વ્યક્ત કર્યા છે ત્યારે ફરીવાર દાહોદમાં પણ કોરોના પ્રકોપ વધશે? તે વિચારવું હાલ અઘરૂ છે પરંતુ આ સૌ વિચારમાં ગુજરાત સરકાર દ્વારા સ્કુલો અને કોલેજાે રાબેતા મુજબ ખોલવા માટે હાલ ચોક્કસ નિર્ણય કરવામાં આવ્યો નથી માત્ર દિવાળી પછી સ્કુલો ખોલવામાં આવી શકે છે તેવી જાહેરાતો હાલ વહેતી થવા માંડી છે પરંતુ હાલ કોરોના રૂપી રાક્ષસનો કેસ યથાવત છે. દિવાળી પછી જાે સ્કુલો ફરી ધમધમતી કરી દેવામાં આવશે તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થશે? તે પણ એક વિચાર માંગી લેતો પ્રશ્ન ઉભો થાય છે.

—————————————

error: Content is protected !!