Thursday, 28/03/2024
Dark Mode

દાહોદ:આગામી દિવાળી ટાણે મીઠાઈ તેમજ ફરસાણની દુકાનોમાં ક્વાલિટી તેમજ ગુણવત્તા બાબતે ચેકિંગ હાથ ધરવા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરાઈ

દાહોદ:આગામી દિવાળી ટાણે મીઠાઈ તેમજ ફરસાણની દુકાનોમાં ક્વાલિટી તેમજ ગુણવત્તા બાબતે ચેકિંગ હાથ ધરવા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરાઈ

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૦૨

દિવાળીનો તહેવાર નજીક હોઈ અને દાહોદ જિલ્લામાં મીઠાઈ – ફરસાણની દુકાનોમાં પણ હવે ભારે ભીડ હોવાના પગલે જાહેર જનતાના સ્વાસ્થ્યને ધ્યાને લઈ મીઠાઈમાં વપરાતાં માવાની ક્વોલીટીની ફુડ સેફ્ટી વિભાગ દ્વારા તપાસ કરવામાં ાવે તેમજ મીઠાઈને પેકેટો પર વપરાશ કરવા અંગે સમયની મર્યાદા લખવામાં આવે તેની રજુઆત સાથે ગ્રાહક સુરક્ષા મંડળ,દાહોદ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને અરજી કરી આ મામલે તપાસ કરાવવામાં આવે તેની લેખિત રજુઆત કરવામાં આવી છે.

એક તરફ કોરોના વૈશ્વિક મહામારી અને બીજી તરફ આવનાર તહેવારોમાં લોકોના સ્વાસ્થ્યને અસર ન પડે તેવા ઉમદા હેતુસર ગ્રાહક સુરક્ષા મંડળ, દાહોદ દ્વારા કલેક્ટરને લેખિત રજુઆત કરવામાં આવી છે. કરવામાં આવેલ રજુઆતમાં જણાવ્યા અનુસાર, દાહોદ શહેર અને જિલ્લામાં મીઠાઈની દુકાનોમાં મીઠાઈ બનાવવામાં વપરાતો માવો મોટા પ્રમાણમાં દાહોદ જિલ્લા બહારથી આવે છે. તહેવારોના સમયમાં મીઠાઈ બનાવામાં માવાનો ઉપયોગ વિશેષ છે. ભુતકાળમાં પણ

મીઠાઈમાં બનાવટી માવાનો ઉપયોગ થતો હોવાની વિહતો બહાર આવી હતી. માનવીના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે ફુડ સેફ્ટી વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવાવમાં આવે તે અત્યંત જરૂરીય બની રહ્યું છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા પણ આદેશો કરી દેવામાં આવ્યા છે કે, મીઠાઈના પેકેટો પર મીઠાઈનો ઉપયોગ કેટલા સમય સુધી કરી શકાશે મતલબ કે મીઠાઈના પેકેટો ઉપર પણ હવે એક્સપાઈરી ડેપ કમ્પલસરી કરી દેવામાં આવી છે. આ તરફ પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે તે આવશ્યક બની રહ્યું છે. દાહોદ શહેર સહિત જિલ્લામાં મીઠાઈની દુકાનોમાં હવે પાલિકા તંત્ર તેમજ જિલ્લા ફુડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તે અંત્યર જરૂરી છે. દિવાળીના માહોલ વચ્ચે હાલ દાહોદ શહેર સહિત જિલ્લામાં મીઠાઈના વેપારીઓ એક્ટીવ બન્યા છે ત્યારે સાંભળવા એ પણ મળી રહ્યું છે કે, દાહોદમાં ઢલવાતો માવાનો વિપુલ પ્રમાણમાં જથ્થો મધ્યપ્રદેશના રતલામમાંથી આવતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને આ માવાના જથ્થામાં બનાવટી માવો પણ આવતો હોય છે. આવા માવાની પણ તપાસ હાથ ધરવામાં આવે અને આ માવાનો જથ્થો કેવી રીતે અને ક્યાંથી આવે છે? તે તરફ પણ તપાસ હાથ ધરવામાં આવે તે આજના સમયની માંગ છે.

——————————

error: Content is protected !!