Friday, 29/03/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના સરસ્વાપૂર્વ પી.એચ.સી.સેન્ટરમાં રક્તદાન કેમ્પ યોજાયો,રક્તદાન કેમ્પમાં બલૈયા સી.એચ.સીના તબીબો સહિત ગામના આગેવાનો અને રક્ત દાતાઓએ ૬૦. બોટલ રક્તદાન કર્યું.

ફતેપુરા તાલુકાના સરસ્વાપૂર્વ પી.એચ.સી.સેન્ટરમાં રક્તદાન કેમ્પ યોજાયો,રક્તદાન કેમ્પમાં બલૈયા સી.એચ.સીના તબીબો સહિત ગામના આગેવાનો અને રક્ત દાતાઓએ ૬૦. બોટલ રક્તદાન કર્યું.
બાબુ સોલંકી,સુખસર સબીર સુનેલવાલ :-ફતેપુરા 

ફતેપુરા તાલુકાના સરસ્વાપૂર્વ પી.એચ.સી.સેન્ટરમાં રક્તદાન કેમ્પ યોજાયો., રક્તદાન કેમ્પમાં બલૈયા સી.એચ.સી ના ડોક્ટર હિરલબેન પટેલ તથા સરસવાપૂર્વ પી.એચ.સી ના ડોક્ટર સોનલબેન પટેલ સહિત ગામના આગેવાનો અને રક્ત દાતાઓએ ૬૦. બોટલ રક્તદાન કર્યું.

સુખસર/ફતેપુરા ,તા.૩

રક્તદાન મહાદાન છે.અને રક્તદાનનું મહત્વ સમજનાર રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરી કોઈકની જિંદગી બચાવવા માટે અગ્રેસર રહેતા હોય છે.રક્તદાતાઓ ના રક્તદાનના કારણે અનેક લોકોની જિંદગી બચી જતી હોય છે.ત્યારે ફતેપુરા તાલુકા સરસવા પૂર્વ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજરોજ ઈન્ડીયન રેડકોસ સોસાયટી ગોધરા આયોજિત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફતેપુરા તાલુકા હેલ્થ ઓફિસર કે.આર.હાંડા,સરસવા પી.એસ.સી સેન્ટરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તથા ટીમ હાજર રહ્યા હતા.રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા ૬૦ બોટલ રક્ત દાન કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સરસવા પૂર્વ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આજરોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક આગેવાનો સહીત અનેક રકતદાતાઓએ રક્તદાનમાં ભાગ લઇ રક્તદાન કર્યું હતું. તેમાં બલૈયા સી.એચ.સી ના ડોક્ટર હિરલબેન પટેલ તથા સરસવા પી.એચ.સી.ના ડોક્ટર સોનલબેન પટેલ સહિત સરસવા પૂર્વ વિસ્તારના સામાજિક કાર્યકર કીર્તિપાલ સિહ ચૌહાણ તેમજ હરપાલસિંહ ચૌહાણ તેમજ આ વિસ્તારના અનેક રક્તદાતાઓએ રક્તદાન કેમ્પમાં ભાગ લઇ રક્તદાન કર્યું હતું. જોકે આ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા ૬૦ બોટલ રક્તદાન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. રક્તદાતાઓ એ રક્તદાન કરી ધન્યતા અનુભવી હતી.જ્યારે રક્તદાન કેમ્પનું આયોજન કરનાર ઈન્ડીયન રેડકોસ સોસાયટી ગોધરા સહિત સરસવા પી.એસ.સી સેન્ટરના સ્ટાફ દ્વારા રક્તદાતાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

error: Content is protected !!