Thursday, 25/04/2024
Dark Mode

ફતેપુરા:મામલતદારશ્રીની અધ્યક્ષતામાં ફટાકડાના વેપારીઓ જોડે મીટિંગ યોજાઈ,વહીવટી તંત્ર દ્વારા કોરોના મહામારીમાં વેપારીઓને સાવચેતીના તમામ પગલાં લેવા તાકીદ કરાઈ

ફતેપુરા:મામલતદારશ્રીની અધ્યક્ષતામાં ફટાકડાના વેપારીઓ જોડે મીટિંગ યોજાઈ,વહીવટી તંત્ર દ્વારા કોરોના મહામારીમાં વેપારીઓને સાવચેતીના તમામ પગલાં લેવા તાકીદ કરાઈ

  શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા મામલતદાર પી.એન.પરમારની અધ્યક્ષતામાં ફટાકડા વેપારીઓની મીટીંગ યોજાઇ
આગામી દિવસોમાં દિવાળીના તહેવારો અને કોરોના મહામારીને ધ્યાનમાં લઈને મીટીંગ યોજવામાં આવી,

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીમાં મામલતદાર પી.એન.પરમારની અધ્યક્ષતામાં ફતેપુરા ફટાકડા વેચાણ કરતા વેપારીઓની મીટીંગ યોજવામાં આવી હતી.જેમાં નાયબ મામલતદાર એન.આર.પારગી નાયબ મામલતદાર વિપુલ ભરવાડ ગ્રામ પંચાયતના સરપંચ કચરુભાઈ પ્રજાપતિ તેમજ ફટાકડા વેચાણ કરતાં વેપારીઓ હાજર રહ્યા હતા.આગામી દિવસો દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને મીટીંગ યોજવામાં આવી હતી.જેમાં મામલતદાર પી.એન.પરમાર દ્વારા ફટાકડાના વેપારીઓને સૂચનો કરવામાં આવ્યા હતા. કે હાલમાં કોરોના મહામારી ચાલતી હોય નગરમાં કોરોના વકરે નહીં તે માટે દરેક ફટાકડાના વેપારીઓએ તકેદારી રાખવી અત્યંત જરૂરી છે ફરજિયાત વેપારીઓ અને ગ્રાહકોએ માસ્ક પહેરવા જો કોઈ ગ્રાહક માસ્ક પહેર્યા વગર હોય તો ગ્રાહકોને માસ્ક આપવુ સોશિયલ ડિસ્ટન્સ  રાખવું એક ગ્રાહક ફટાકડા લઈને જાય પછી બીજા ગ્રાહકને ફટાકડા આપવ ભીડ એકથી કરવી નહીં સેનેટાઈઝરનો ઉપયોગ કરવો ફાયર સેફટી ફરજીયાત રાખવું વગેરે મુદ્દાઓને ચર્ચા વિચારણા કરી મામલતદાર દ્વારા ફટાકડાના વેપારીઓને સુચના આપવામા આવેલ હતી.તેમજ દિવાળીના તહેવારો સમય દરમ્યાન ફટાકડાની દુકાન આગળ ભીડ એકથી ના થાય તે માટે સરપંચે તકેદારી રાખવા સૂચના આપેલ હતી

error: Content is protected !!