Monday, 17/01/2022
Dark Mode

ફતેપુરા:સરદાર પટેલના સ્ટેચ્યુ(બાવળા) આગળ ગંદકીના પગલે રેલિંગથી કોર્ડન કરાયું

ફતેપુરા:સરદાર પટેલના સ્ટેચ્યુ(બાવળા) આગળ ગંદકીના પગલે રેલિંગથી કોર્ડન કરાયું

વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા  

સ્થાનિક આગેવાનોએ સરપંચને રજૂઆત કરતા, ફતેપુરામા સરદાર પટેલના સ્ટેચ્યા આગળ સ્ટીલની રેલીંગ કરાઈ

ફતેપુરા તા.03

ફતેપુરા પોલીસ સ્ટેશન રોડ ઉપર સરદાર પટેલ સાહેબની પ્રતિમાનું અનાવરણ થોડા વર્ષો પહેલા દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું.31/ 10 /2020 ના રોજ સરદાર સાહેબની 145 મી જન્મ જયંતી નિમિત્તે હરીશભાઈ પંચાલ ઉમંગભાઈ શાહ કપિલ ભાઈ નાહાર દિલીપભાઈ પ્રજાપતિ કમલેશભાઈ શાહ તથા સ્થાનિક આગેવાનો દ્વારા સરદાર સાહેબની પ્રતિમા આગળ વારંવાર ગંદકી થતા પશુઓ ચડી જતા ત્યાં ગંદકી થતી હોવાની રજૂઆત કરતા સરપંચ કચરૂભાઈ પ્રજાપતિ તાત્કાલિક સરદાર પટેલ સાહેબની પ્રતિમાની આગળ પાછળ સ્ટીલની રેલીંગ કરી દેવા માટે ની ખાતરી આપતા આજરોજ સરદાર પટેલ સાહેબની પ્રતિમાની આગળ સ્ટીલની રેલીંગ કરી દેવામાં આવી હતી.

error: Content is protected !!