Wednesday, 12/02/2025
Dark Mode

ફતેપુરા તાલુકાની જવેસી ગામની મહિલા તેમજ નવજાત બાળકનું પ્રસુતિ દરમિયાન મોત નિપજયું:દુખાવો ઉપડતા રિક્ષામાં સારવાર અર્થે લઇ જતી વેળાએ બની ઘટના: સંતરામપુર સરકારી દવાખાના તબીબોએ બંનેને મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાયો

ફતેપુરા તાલુકાની જવેસી ગામની મહિલા તેમજ નવજાત બાળકનું પ્રસુતિ દરમિયાન મોત નિપજયું:દુખાવો ઉપડતા રિક્ષામાં સારવાર અર્થે લઇ જતી વેળાએ બની ઘટના: સંતરામપુર સરકારી દવાખાના તબીબોએ બંનેને મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાયો

  હિતેશ કલાલ :- સુખસર 

ફતેપુરાના જવેસીની મહિલાનું પ્રસૂતિ દરમિયાન બાળક સહિત માતાનું મોત,દુખાવો ઉપડતા રિક્ષામાં સારવાર અર્થે લઇ જતા હતા,સંતરામપુર સરકારી દવાખાના તબીબે મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોક છવાયો.

સુખસર તા.20

ફતેપુરા તાલુકાના જવેસી ગામની મહિલાને પ્રસૂતિ નો દુખાવો ઉપડતા રીક્ષામાં સારવાર અર્થે લઈ જતાં જેમાં અધવચ્ચે વધુ દુખાવો ઉપડતા 108 બોલાવી હતી અને ત્યાંથી સંતરામપુર સરકારી દવાખાને લઇ જવાઇ હતી જ્યાં તબીબે બાળક સહિત મહિલાનું મોત નિપજયું હોવાનું જણાવતા પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો.
ફતેપુરા તાલુકાના જવેસી ગામ ની વિમળાબેન નિસરતા ને પ્રસુતિ નો દુખાવો ઉપડતા બુધવારના રોજ સાંજના સમયે પરિવારજનો દ્વારા રીક્ષામાં સારવાર અર્થે લઈ જતા હતા જેમાં પાડલીયા નજીક મહિલાને વધુ દુખાવો ઉપડતા 108 બોલાવાઈ હતી અને જેમાં સંતરામપુર સારવાર અર્થે લઇ ગયા હતા જ્યાં સરકારી દવાખાના તબીબએ મહિલાને બાળક સહિત મોત થઇ હોવાનું જણાવતા પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

સરકારશ્રીમાંથી ફળવાતી અઢળક ગ્રાંટો તેમજ આરોગ્યક્ષેત્રે છેવાડાના માનવી સુધી પહોંચતી નથીજેના પરિણામસ્વરૂપ લોકો પોતાનો જીવ ગુમાવવાનો વારો 

આજના ૨૧મી સદીના ડિજિટલ યુગમાં પણ દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્યક્ષેત્રે સંપૂર્ણ સુવિધાઓ મળી શકતી નથી વનબંધુ કલ્યાણ યોજના હેઠળ દર વર્ષે અઢળક ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોવા છતાં પ્રજાને સુવિધા માટે ફાફા મારવા પડે છે.અને સમયસર સુવિધા ઉપલબ્ધ હોવાથી જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે.

error: Content is protected !!