Friday, 26/04/2024
Dark Mode

દાહોદ તાલુકાના નાનીડોકી ગામે સર્જાઈ ગોઝારી ઘટના:પ્રસુતિ બાદ ઘરે જતી વેળાએ રસ્તામાં ખાનગી રીક્ષા 30 ફૂટ ઉંડા તળાવની કોતરમાં ખાબકી:એક નવજાત સહીત ત્રણ કમનસીબ બાળકોના મોત:ત્રણ મહિલાનો બચાવ

દાહોદ તાલુકાના નાનીડોકી ગામે સર્જાઈ ગોઝારી ઘટના:પ્રસુતિ બાદ ઘરે જતી વેળાએ રસ્તામાં ખાનગી રીક્ષા 30 ફૂટ ઉંડા તળાવની કોતરમાં ખાબકી:એક નવજાત સહીત ત્રણ કમનસીબ બાળકોના મોત:ત્રણ મહિલાનો બચાવ

રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.25

આજરોજ વહેલી સવારે ત્રણ મહિલા સહિત ત્રણ બાળકો મળી કુલ છ જણા એક રિક્ષામાં સવાર થઈ દાહોદ તાલુકાના નાનીડોકી ગામેથી પસાર થઈ રહ્યા હતા.આ દરમિયાન અકસ્માતે રીક્ષા

તળાવની કોતરમાં ખાબકેલી રિક્ષાની તસ્વીર
રસ્તાની બાજુમાં આવેલ તળાવના ઊંડા ખાડાના પાણી ભરેલા કોતરમાં ખાબકી જતા રિક્ષામાં સવાર ત્રણ બાળકોના અકાળે મોત નિપજતા પરિવારમાં આક્રંદનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. આ ગોઝારી ઘટનાને પગલે પંથક સહિત પરિવારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

મળતી માહિતી પ્રમાણે દાહોદ તાલુકાના રેટિયા પીએચસી સેન્ટરમાં દાહોદ તાલુકાના ચૌસાલા ગામે રહેતી ૨૫ વર્ષીય રંગીબેન કલસિંગભાઈ માવીની પ્રસુતિ કરાવ્યા બાદ તેની સાથે ચોસાલા ગામે રહેતી સીતાબેન નરસિંહભાઈ બારીયા (ઉંમર વર્ષ 60) અને બીજી એક મહિલા તેમજ પ્રિયંકા બેન કનુભાઈ બારીયા ઉ.વર્ષ.6, આર્યાબેન કલસીંગ માવી ઉ.વર્ષ 5, તેમજ નવજાત બાળક

સહીત ત્રણ બાળકો મળી કુલ છ જણા એક રિક્ષામાં સવાર થઈ ગામેથી પોતાના ઘરે આવવા રવાના પસાર થઈ રહ્યા હતા.આ દરમિયાન નાનીડોકી ગામે રીક્ષા રસ્તાની બાજુમાં આવેલ તળાવના ૩૦ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી જતા જોતજોતામાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો.અને જેને પગલે રિક્ષામાં સવાર નવજાત

કમનસીબ નવજાત બાળકની ફોટો

બાળક સહીત ૩ બાળકોના ઘટનાસ્થળ પર જ કમાટીભર્યા મોત નિપજતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને પગલે લોકટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ ફાયર બિગ્રેડ પોલીસ તેમજ 108 ઈમરજન્સી સેવાને થતા તેઓ પણ સ્થળ પર દોડી જઈ મદદની કામગીરીમાં જોતરાયા હતા. અને ઈજાગ્રસ્તોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વધુમાં જાણવા મળ્યા પ્રમાણે રિક્ષાચાલકનો હાલ કોઇ અતોપતો નથી અને તે ફરાર થઈ ગયો હોવાની પણ ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે ત્યારે આ માર્ગ અકસ્માત કેવી રીતે સર્જાયો? તે એક રહસ્ય બની કહ્યું છે. અગર જો પરીક્ષાનો ચાલક મળી આવે તો આ માર્ગ અકસ્માત કેવી રીતે સર્જાયો તે પરથી પડદો ઊંચકાઈ જાય તેમ છે.

error: Content is protected !!