Monday, 20/09/2021
Dark Mode

ઝાલોદ:હિરેન પટેલની હત્યાનો તપાસનો રેલો નગરપાલિકા સુધી પહોંચ્યો:પાલિકામાં વકરેલા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતા હિરેન પટેલની હત્યા કરી હોવાની આશંકા:સામાન્યસભામાં ગેરરીતી અંગેના વિરોધના વીસમાં દિવસે હત્યા કરાઈ

ઝાલોદ:હિરેન પટેલની હત્યાનો તપાસનો રેલો નગરપાલિકા સુધી પહોંચ્યો:પાલિકામાં વકરેલા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતા હિરેન પટેલની હત્યા કરી હોવાની આશંકા:સામાન્યસભામાં ગેરરીતી અંગેના વિરોધના વીસમાં દિવસે હત્યા કરાઈ
હિરેન પટેલની હત્યા કરાવનાર અજય કલાલ

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

પાલિકાની દુકાનમાં થયેલ ગેરરીતિ અંગે સામાન્ય સભામાં સવાલો ઉઠ્યા હતા,આ દુકાનના નાણાં પાલિકામાં જમા થયા વિના જ દુકાન અજય કલાલના નામે થતાં વિવાદ થયો હતો.

દાહોદ તા.24

ઝાલોદ નગર પાલિકાના કાઉન્સિલર હિરેન પટેલ ની હત્યાના રહસ્યો અંગે દિન પ્રતિદિન નવા નવા નામો સામે આવી રહ્યા છે.અને મોટા માથાના નામો પણ સામે આવે તેની શક્યતાઓ છે.પણ પાલિકાની સત્તા કે પાલિકામાં થયેલ ગેરરીતિઓ જ જવાબદાર હોવાનું હાલ તો કહેવાઈ રહ્યું છે.

મૃતક હિરેન પટેલનો ફોટો 

ત્યારે પાલિકામાં હાલમાં સત્તારૂઢ કારોબારીની મળેલી પહેલી સામાન્ય સભામાં આ ગેરરીતિઓ અંગે હિરેનભાઈ પટેલ દ્વારા વેધક સવાલો પૂછવામાં આવ્યા હતા.અને આ અઢી વર્ષ ના શાસન કાળમાં મળતીયાઓની મદદથી કરોડો રૂપિયાના ખોટા બીલો રજૂ કરી અને રકમ બારોબાર ઉપાડવામાં આવી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.જેમાં બસ સ્ટેશન પર આવેલી દુકાનની હરાજી અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.જેની હરાજી ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ પાલિકાના સભાખંડમાં રાખવામાં આવી હતી.જેમાં નવ જેટલા લોકોએ ભાગ લીધો હતો.આ હરાજીમાં રાહુલ જોધા રાઠોડએ છેલ્લી બોલી ૩૭ લાખ ૧૧ હજાર ની બોલતા આ બોલી મંજૂર રાખવામાં આવી હતી.અને આ રકમ વિકાસ ફાળામાં જમાં કરાવી અને એક હજાર માસિક ભાડા પેટે રાખવામાં આવી હતી.સામાન્ય સભામાં થયેલી ચર્ચા મુજબ આ રકમ ૨૨ મે ૨૦૨૦ ના રોજ પાલિકા માં જમા કરવામાં આવી હતી. પરંતુ આ રકમ પાલિકાના ચોપડે જમાં થઈ ન હતી. જેને પગલે ઉગ્ર બોલચાલી પણ થઈ હતી.આ દુકાન ની હરાજીમાં હિરેન પટેલની હત્યા ના કાવતરામાં સામેલ અજય કલાલ પણ હાજર હતો. અને જ્યારે છેલ્લી બોલી ની રકમ ચૂકવાઇ ત્યારે રાહુલ જોધા રાઠોડ દ્વારા આ દુકાનનો કરાર અજય કલાલના નામે જ કરવા માટે પાલિકાને અરજી કરવામાં આવી હતી.લોક ડાઉનના સમય દરમ્યાન આટલી માતબર રકમ ભરવામાં આવી અને જેનો હિસાબ પણ પાલિકાના ચોપડે મળતો ન હોવા અંગેનો સુર ઉઠ્યો હતો. તો આવા અનેક કૌભાંડ  પાલિકામાં થયા હોવાનું પણ ૭ મી સપ્ટેમ્બરના રોજ મળેલી સામાન્ય સભામાં ચર્ચાતા હોબાળો મચ્યો હતો.અને ૨૦ દિવસ પછી જ જ્યારે ૨૭ મી સપ્ટેમ્બરના રોજ પાલિકામાં થયેલા ભ્રષ્ટાચાર અંગે વિરોધ નો સુર ઉઠાવનાર હિરેનભાઈ પટેલની હત્યા કરવામાં આવી હતી. જેમાં આ દુકાનનો કરાર જેના નામે કરવામાં આવ્યો છે.તેવા અજય કલાલની પણ ભૂમિકા હોવાનું પણ બહાર આવી ગયું છે.ત્યારે પોલીસે તો પાલિકામાં થયેલા ભ્રષ્ટાચાર અંગેની માહિતી તો માંગી જ છે. પણ આ ભ્રષ્ટાચાર અંગે પણ સરકારી તંત્ર તપાસ આદરે તો સરકારી નાણાં અને ભવિષ્ય માં આવી ઘટના ઓ બનતા અટકી શકે તેમ છે.છેલ્લી બોલી અજય કલાલ ૩૭ લાખ ૩ હજારની બોલ્યો હતો.પેટ્રોલ પંપની પાછળ આવેલી દુકાન નં. ૨ ની હરાજીમાં હત્યાના  કાવતરામાં સામેલ અજય કલાલ પણ હાજર હતો.અને માત્ર ૮ હજાર જેવી નજીવી રકમથી આ હરાજીથી પાછીપાની કરી હતી. ત્યારે વિકાસ ફાળાની રકમ ભરાયાને દિવસે જ આ દુકાન ફરીથી અજય કલાલના નામે જ કરી દેવાઈ હોય આ અંગે મળતીયાઓની ભૂમિકા પણ જોવા મળી છે. ત્યારે પાલિકા ના આવા મળતીયાઓ સામે પણ પગલાં લેવાય તે જરૂરી છે.

error: Content is protected !!