ઇલ્યાસ શેખ:- સંતરામપુર
સંતરામપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લેતાં જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અને જિલ્લા કલેકટર શ્રી આર.બી.બારડ
સંતરામપુર તા.15
કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અને જિલ્લા કલેકટર શ્રી આર.બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ પ્રમાણે જિલ્લા- તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત અવિરતપણે પોતાની ફરજો અદા કરી રહ્યા છે.આની સાથે સાથે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મીઓ તેઓની ફરજો અદા કરી રહ્યા છે.
જિલ્લા કલેકટર શ્રી આર. બી. બારડે સંતરામપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લઇને પોલીસ સ્ટેશનની તપાસણી કરી હતી. તેમજ રાજય ગૃહ વિભાગની સૂચનાઓ અંતર્ગત વિવિધ મુદ્દાઓની ચકાસણી કરી સંતરામપુર પોલીસ સ્ટેશનના કર્મયોગીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. તપાસની ટીમમા સંતરામપુર પ્રાંત અધિકારીશ્રી કે.વી.જાદવ, સંતરામપુર મામલતદારશ્રી કે.જે.વાઘેલા, કલેકટર કચેરી મેજિસ્ટ્રિયલ શાખા (ફોજદારી શાખા)ના શાખાના નાયબ મામલતદારશ્રી કૃણાલ પટેલ, કલાર્ક શ્રી નયન પટેલ હતા.