કલ્પેશ શાહ :- સીંગવડ
સીંગવડ તાલુકાના સીંગવડ ના લક્ષ્મી એવન્યુ ખાતે કોરોના જનઆંદોલનના શપથ લેવામાં આવ્યા
સીંગવડ તા.15
સીંગવડ તાલુકાના લક્ષ્મી એવન્યુ ખાતે કોરોના જનઆંદોલનના શપથ લેવામાં આવ્યા હતા.
સિંગવડના લક્ષ્મી એવન્યુ ખાતે ભારત સરકાર કોવિડ 19 ના જન આંદોલનના ભાગરૂપે લીમખેડા તાલુકા હેલ્થ ઓફિસર તથા સરકારી હોમિયોપેથીક દવાખાનાના ડોક્ટર ઉમેશ શાહ દ્વારા આયોજિત ધનવંતરી રથના સી. એચ.ઓ ગૌરાંગીબેન પટેલ અને એમ.પી.એચ.ડબલ્યુ રંધીકપુર રાજુભાઈ દ્વારા સિંગવડ ગામના ગ્રામજનો અને નગર શેઠ પંકજ શેઠ ના સાથ સહયોગ થી સીંગવડ ના ગ્રામજનોની આરોગ્ય તપાસ કરી આરોગ્યલક્ષી શિક્ષણ આપવામાં આવ્યું તથા સાથે સાથે ગ્રામજનોને સાથે રાખીને શપથ લેવામાં આવ્યા* હું માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળું *દરેક થી ઓછામાં ઓછું 6 ફૂટ નું અંતર જાળવીશ *વારંવાર સાબુથી હાથ ધોઈને સેનેટાઈઝકરતો રહીશ *મારી થતા મારા સ્વજનો ની રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષ અને ઉપચાર પદ્ધતિઓ અપનાવી તથા યોગ વ્યાયામ વગેરેની જીવનશૈલી સુધારી આ રીતે આરોગ્ય વિભાગ દ્વારા ગામેગામ ફરી ફરીને લોકોને કોરોના સામે જાગૃત કરીને તપાસ પણ કરવામાં આવે છે.