Thursday, 21/11/2024
Dark Mode

સુખસર:સગર્ભા પત્નીને મળતી સહાય મેળવવાની લાલચે યુવાન છેતરાયો:તબીબ હોવાનો ડોળ કરી ગઠિયાએ બેંકના ખાતામાંથી 11 હજાર રૂપિયા ઉપાડી લેતા સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયો

સુખસર:સગર્ભા પત્નીને મળતી સહાય મેળવવાની લાલચે યુવાન છેતરાયો:તબીબ હોવાનો ડોળ કરી ગઠિયાએ બેંકના ખાતામાંથી 11 હજાર રૂપિયા ઉપાડી લેતા સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયો
 યુવકને લોભામણી લાલચ આપી પૈસા ઉપાડનાર ગાંઠિયાનો ફોટો 

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના કાળીયા ગામના યુવાન સાથે બેંક એકાઉન્ટમાં નાણાં નાખવાની લાલચ આપી રૂપિયા ૧૧ હજારની છેતરપિંડી, પત્નીને સગર્ભા મહિલાને મળતા લાભની રકમ આપવા માટે યુવાનો બેન્ક એકાઉન્ટ તથા એટીએમ નંબર મેળવી રોકડ રકમ ઉપાડી લેતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ.

 સુખસર,તા.૬

સરકાર સહિત બેન્કો દ્વારા અવાર નવાર બેંક ખાતેદારોની જાગૃતિ માટે જાહેરાતો આપી જણાવવામાં આવે છે કે,બેંક કોઈ દિવસ કોઈપણ ખાતેદારનો મોબાઈલ દ્વારા એકાઉન્ટ નંબર તથા એટીએમ નંબર માંગી સકતી નથી.અને મોબાઈલ દ્વારા બેન્ક એકાઉન્ટ તથા એટીએમ નંબરની કોઈ વ્યક્તિ માંગણી કરે તો તે આપવો જોઈએ નહીં.તેમ છતાં કેટલાક આઉટ સ્ટેટના ઇસમો બેંક અથવા સરકારી ખાતાના નામે કેટલાક બેંક ગ્રાહકોનો એકાઉન્ટ નંબર તથા એટીએમ નંબર મેળવી બારોબાર હજારો રૂપિયા ઉપાડી લેવાના કિસ્સા જાણવા અને સાંભળવા મળે છે.અને તેવોજ કિસ્સો આજરોજ ફતેપુરા તાલુકાના કાળિયા લખણપુર ગામના એક યુવાનને તેની પત્નીના ખાતામાં સગર્ભા મહિલાને મળતા લાભની રકમ આપવાના બહાને યુવાનો બેન્ક એકાઉન્ટ તથા એટીએમ નંબર મેળવી તેના ખાતા માંથી બારોબાર રૂપિયા ૧૧ હજાર ઉપાડી લેતા પોતે છેતરપિંડીનો ભોગ બન્યો હોવાનો અહેસાસ થતાં તાત્કાલિક સાયબર સેલ ગોધરા તથા સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના કાળિયા-લખણપુર ગામે રહેતા રાજુભાઈ મલીયાભાઈ મછાર ના ઘરે આજરોજ સવારના અગિયારેક વાગ્યાના અરસામાં ગામના એક આગણવાડી સંચાલિકા બહેને આવી જણાવેલ કે, તમારા પત્ની રીટાબેનના ખાતામાં સગર્ભા મહિલાને મળવાપાત્ર લાભ માટે ગાંધીનગરથી ફોન આવ્યો હતો.અને તેમણે જણાવ્યું છે કે,રીટાબેનના બેન્ક એકાઉન્ટ તથા એટીએમ નંબર હોય તો મોકલી આપો. તેમના ખાતામાં સગર્ભા મહિલાને મળવા પાત્ર બીજો હપ્તો નાખવાનો છે.તેમ જણાવતા જે મોબાઈલ નંબર ઉપરથી કોલ આવ્યો હતો તેના ઉપર રાજુભાઈ મછારે કોલ કરતા રીટાબેનનો એકાઉન્ટ નંબર તથા એટીએમ નંબરની માંગણી કરતા રીટાબેનનું એટીએમ નહીં હોવાનું જણાવતા સામાવાળા વ્યક્તિએ તેના મોબાઇલ નંબર ૭૮૭૦૪૭૩૬૧૨. થી જણાવેલ કે તમારા પત્નીનો એટીએમ નંબર ના હોય તો તમારો બેન્ક એકાઉન્ટ નંબર તથા એટીએમ નંબર આપો.અમો તમારા ખાતામાં નાણાં નાખી દઈશું.તેમ જણાવતા રાજુભાઈ મછારે તેમનો બેન્ક એકાઉન્ટ નંબર તથા એટીએમ કાર્ડ નંબર આપેલ. ત્યારબાદ માત્ર ૧૦ થી ૧૫ મિનિટમાં જ તેમના ખાતામાંથી રૂપિયા ૧૧૦૦૦/- ડેબિટ થયેલ હોવાનો તેમના મોબાઈલમાં મેસેજ આવતા પોતાની પત્નીને સગર્ભા મહિલાનો લાભ આપવાના બહાને છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તાત્કાલિક તેની જાણ સાયબર સેલ ગોધરામાં કરવામાં આવી હતી.તેમજ સુખસર પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત મોબાઈલ નંબર વાળા ઇસમની સામે લેખિત ફરિયાદ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
અહીંયા ઉલ્લેખનીય છે કે,જે વ્યક્તિએ સગર્ભા મહિલાને મળતા લાભ આપવાના બહાને છેતરપિંડી કરવાના ઈરાદે કોલ કરનાર વ્યક્તિએ વિડીયોકોલ પણ કરેલ હતો.અને જેણે પોતાના ગળામાં દર્દીને તપાસ કરવાનું સ્ટેથોસ્કોપ પણ નાખેલ હતું.અને તેણે પોતે ગાંધીનગરથી વાત કરતો હોવાનું જણાવ્યું હતું. જોકે આ છેતરપિંડી કરનાર ઈસમ નો મોબાઇલ બિહાર રાજ્ય નો હોવાનું પ્રાથમિક જાણકારીમાં જાણવા મળ્યું છે.આમ આઉટ સ્ટેટના ક્રિમિલરો તમારો બેન્ક એકાઉન્ટ બંધ થવાનો છે,તમારું એટીએમ બંધ થવાનું છે,તમોને અમુક લાભ આપવાનો છે,જેવા બહાને બેંક ખાતેદોરાના બેન્ક એકાઉન્ટ નંબર તથા એટીએમ નંબર મેળવી નાણા ઉપાડી લઈ હજારો રૂપિયાની છેતરપિંડી કરતા હોય કોઈપણ વ્યક્તિએ પોતાનો બેક એકાઉન્ટ નંબર,એટીએમ નંબર તથા પોતાનો બાયોડેટા વિગેરે મોબાઈલ ઉપર આપવા જોઈએ નહીં.
ફોટો÷ સગર્ભા મહિલાને લાભ આપવાના બહાને એટીએમ નંબર તથા બેન્ક એકાઉન્ટ નંબર મેળવી છેતરપિંડી કરનાર ઈસમ નજરે પડે છે.

error: Content is protected !!