Saturday, 20/04/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના લખણપુરમાં એસ.ટી.બસે મોટરસાયકલને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં બેને ગંભીર ઇજા

ફતેપુરા તાલુકાના લખણપુરમાં એસ.ટી.બસે મોટરસાયકલને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં બેને ગંભીર ઇજા

  બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના લખણપુરમાં એસ.ટી.બસ મોટરસાયકલ અકસ્માતમાં બેને ગંભીર ઇજા.
– ઝાલોદ થી સંતરામપુર તરફ જતી એસ.ટી.બસમાં મોટર સાયકલ સવારને અડફેટમાં આવતા એસ.ટી બસ પલટી મારતા માંડ બચતા મુસાફરોનો આબાદ બચાવ.

ફતેપુરા તા.02

ફતેપુરા તાલુકાના લખણપુરમાં આજરોજ બપોરના ૧૨ વાગ્યાના અરસામાં ઝાલોદ તરફ થી સંતરામપુર તરફ જતી એસ.ટી બસ લખણપુર હાઈવે ઉપરથી પસાર થઇ રહી હતી. તેવા સમયે બે મોટર સાયકલ સવારો લખણપુરના કુંડલા ફાટક પાસે અડફેટમાં આવતા મોટરસાયકલ ચાલક સહિત પાછળ બેઠેલ યુવતીને ગંભીર ઇજાઓ પહોંચવા પામી હોવાનું જાણવા મળે છે.

બંને ઈજાગ્રસ્તોને સુખસર તથા ઝાલોદ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

જાણવા મળેલ પ્રાથમિક માહિતી અનુસાર ઝાલોદ થી સંતરામપુર તરફ જતી એસ.ટી બસ લખણપુર હાઈવે ઉપરથી પસાર થઇ રહી હતી.તેવા સમયે એક યુવક સહિત મહિલા નામે વંદનાબેન મિનામા મોટરસાયકલ ઉપર જઈ રહ્યા હતા. તેવા સમયે કોઈક કારણોસર મોટર સાયકલ એસ.ટી બસની અડફેટમાં આવતા મોટરસાયકલ ઉપર એસ.ટી બસ ચડી ગઈ હતી.એસ.ટી.બસ ઈલેક્ટ્રીક થાંભલાને તોડી ગટરમાં ઉતરી ગઈ હતી.

પરંતુ સદનસીબે પલટી મારી ન હતી.જેમાં મોટરસાયકલ ચાલક સહિત મોટરસાયકલ સવાર એક મહિલાને ગંભીર ઇજાઓ પહોંચવા પામી હોવાનું જાણવા મળે છે.જેમાં ગંભીર સ્થિતિમાં મહિલાને ઝાલોદ અથવા દાહોદ ખસેડવામાં આવી હોવાનું જ્યારે મોટરસાયકલ ચાલકને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક ઝાલોદ સરકારી દવાખાનામાં ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળે છે. બંનેની સ્થિતિ ગંભીર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.મળેલ પ્રાથમિક માહિતી અનુસાર મોટરસાયકલ ચાલક સચિનભાઈ લાલસીંગભાઈ ખાટ હોવાનું જાણવા મળે છે.અને તેમના કબજાની મોટરસાયકલ નંબર આર.જે.૦૩-બીએસ-૪૫૨૨ છે. મોટરસાયકલ નો કચ્ચરઘાણ નીકળી જવા પામેલ છે.જ્યારે આ બંને ઇજાગ્રસ્તો ક્યાંના છે તે જાણવા મળ્યું નથી.

error: Content is protected !!