Thursday, 21/11/2024
Dark Mode

ગુજરાત મોડેલનું વરવું સત્ય…. આઝાદીના 73 વર્ષ બાદ પણ ફતેપુરાના મોટાનટવા ગામના લોકો સડક વિહોણા:બીમાર વ્યક્તિને ખાટલામાં સુવડાવી મુખ્ય માર્ગ સુધી પહોંચાડવા મજબુર

ગુજરાત મોડેલનું વરવું સત્ય…. આઝાદીના 73 વર્ષ બાદ પણ ફતેપુરાના મોટાનટવા ગામના લોકો સડક વિહોણા:બીમાર વ્યક્તિને ખાટલામાં સુવડાવી મુખ્ય માર્ગ સુધી પહોંચાડવા મજબુર
  જીગ્નેશ બારીયા:-દાહોદ/ હિતેશ કલાલ :- સુખસર 

દાહોદ તા.૨૯

આઝાદી કાળને વર્ષાે વીતી ગયા પરંતુ દેશમાં એવા પણ રાજ્યો, જિલ્લા, ગામો છે જ્યા હજુ સુધી રસ્તાઓ, વીજળી, પાકા મકાનો,સૌચાલયો વિગેરેથી લોકો વંચિત છે ત્યારે આવો એક નજારો દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામે જાેવા મળ્યો છે. આ ગામમાં અત્યાર સુધી રસ્તો જ ન બનતા અહીંના સ્થાનીકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોઈક બીમાર પડે અથવા તો કોઈપણ પ્રસંગ હોય તો ચાલતુ અથવા તો બીમાર વ્યક્તિને ખાટલા પર અથવા તો ઉચકીને મુખ્ય રસ્તા સુધી ચાલતુ પસાર થવું પડી રહ્યું છે. અત્રેના ગ્રામજનોમાં રસ્તાના અભાવના પગલે તંત્ર સામે ભારે રોષની લાગણી પણ જાેવા મળી હતી.

 રસ્તાના અભાવે બીમાર વ્યક્તિને ખાટલા પર લઇ જતા ગ્રામજનોનો વિડિઓ 

ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામની વાત કરીએ તો, આ ગામમાં આઝાદીનો સમય વિત્યાને આજદિન સુધી આ ગામમાં રસ્તો જ બનાવવામાં આવ્યો નથી. અહીંના રહીંશોમાં કોઈ બીમાર પડે તો તેને ખાટલામાં અથવા તો ઉંચકીને મુખ્ય રસ્તા પર જવું પડે છે. આ ઉપરાંત કોઈ લગ્ન પ્રસંગ કે મરણ પ્રસંગ હોય તો પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીં એટલી હદે મુશ્કેલીનો સામનો કરવો પડે છે કે,

બીમાર વ્યક્તિ માટે એમ્બ્યુલંશ સેવાને ગામની અંદર આવવામાં ભારે તકલીફ પડે છે જેથી લોકોના જીવને જાેખમમાં મુકી મુખ્ય રસ્તા સુધી ચાલતું પસાર થવું પડે છે. અહીંના લોકોના જણાવ્યા અનુસાર, આજદિન સુધી અહીંયા રસ્તાનું નિર્માણ જ નથી થયું. લાગતું વળગતું તંત્ર આ ગામ તરફ પણ ધ્યાન દોરે તેવી લાગણી અને માંગણી પણ સ્થાનીકોમાં વહેતી થવા પામી છે.

———————–

error: Content is protected !!