Wednesday, 04/12/2024
Dark Mode

સીંગવડ તાલુકામાં જાહેર સૌચાલયના આભાવે અવરજવર કરતા મુસાફરો તેમજ રાહદારીઓ હાલાકી ભોગવવા મજબુર

સીંગવડ તાલુકામાં જાહેર સૌચાલયના આભાવે અવરજવર કરતા મુસાફરો તેમજ રાહદારીઓ હાલાકી ભોગવવા મજબુર

   કલ્પેશ શાહ :- સીંગવડ  

  સીંગવડ તા.25

સિંગવડ તાલુકામાં જાહેર સૌચાલય ન હોવાથી લોકોને પડતી પારાવાર મુશ્કેલી

સીંગવડ તાલુકો બન્યો ને બેથી ત્રણ વર્ષ થવા આવ્યા છતાં હજુ સુધી સિંગવડ તાલુકામાં જાહેર સોચાલય નહિ બનતા ગામડામાંથી તેમજ બહારગામથી અવરજવર કરતા લોકોને ભારે  તકલીફનો સામનો કરવો પડતો હોય છે.જ્યારે જાહેર સોચાલય માટે ઘણી બધી રજૂઆતો કરવા છતાં હજુ સુધી જાહેર સોચાલય બનવા પામ્યું નથી.જ્યારે સીંગવડ તાલુકાના ગામડાઓમાંથી તાલુકાના કામ માટે આવતા લોકોને જાહેર સોચ કરવા માટે ફાફા મારવા પડતા હોય છે. જ્યારે કોઈ બહારગામથી આવતા લોકોને પણ જાહેર સોચાલય માટે ફાફા મારવા નો વારો આવે છે જ્યારે બીજા ઘણા તાલુકા નવા બન્યા તેમાં જાહેર સોચાલય બનાવવામાં આવી ગયા છીએ પરંતુ સીંગવડ તાલુકો બન્યા ને બેથી ત્રણ વર્ષ થયા છતાં હજુ સુધી જાહેર સોચાલય બનવામાં નહી આવતા ગામડાની પ્રજાને રસ્તાની સાઈડમાં ઊભા રહીને જાહેરમાં શૌચક્રિયા કરવી પડતી હોય છે જ્યારે આપના વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા જાહેર સોચાલય પાછળ કેટલા રૂપિયા ખર્ચીને જાહેર શૌચાલય બનાવવા પર ભાર મૂકવામાં આવ્યા છતાં સીંગવડમાં આજ દિન સુધી જાહેર સોચાલય બનવા પામ્યું નથી જાહેર સોચાલય માટે વારંવાર તાલુકા પંચાયત અને સિંગવડ પંચાયતમાં રજૂઆતો કરવામાં આવી અને પંચાયતમાં ઠરાવ કરીને જાહેર શૌચાલય બનાવવા માટે નક્કી કર્યું પણ આજદિન સુધી નહિ બનતા ઘણી વખત તો મહિલાઓને સોચ ક્રિયા માટે ની બજારની વચ્ચે કોઈપણ આડકે ગાડીઓ ની પાછળ બેસીને પેશાબ કરવાનો વારો આવે છે માટે આના માટે લાગતા વળગતા અધિકારીઓ તથા નેતાઓ દ્વારા જાહેર શૌચાલય બનાવવામાં આવે તેવી ગામડાની લોકોની માંગ છે સોચાલય માટે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા જાહેર સોચાલય ના બનાવતા લોકોને ભારે અસુવિધાનો ભોગ બનવું પડે છે.

error: Content is protected !!