Thursday, 28/03/2024
Dark Mode

કોરોનાનો ખતરો…. જેસાવાડામાં 10 તેમજ ગરબાડામાં 2 નવા દર્દીઓ સહીત કુલ 12 કોરોના પોઝીટીવ કેસોનો વધારો:ગરબાડા તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 47 કેસો નોંધાયા

કોરોનાનો ખતરો…. જેસાવાડામાં 10 તેમજ ગરબાડામાં 2 નવા દર્દીઓ સહીત કુલ 12 કોરોના પોઝીટીવ કેસોનો વધારો:ગરબાડા તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 47 કેસો નોંધાયા

  વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડા તાલુકામાં આજે ૧૨ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા, ગરબાડામાં ૦૨ તથા જેસાવાડામાં ૧૦ વ્યક્તિઓ કોરોના સંક્રમિત થયા,ગરબાડામાં એક જ ઘરના ૦૮ વ્યક્તિઓ કોરોના સંક્રમિત થયા.ગરબાડા નગરમાં અત્યાર સુધી કુલ ૧૧ પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે ગરબાડા તાલુકાના જેસાવાડા ગામમાં અત્યાર સુધી કુલ ૨૧ પોઝીટીવ કેસ નોંધાયા.

ગરબાડા તા.11

ગરબાડા તાલુકામાં કોરોના પોઝીટીવ કેસોમાં દિનપ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે. આજે ગરબાડા તાલુકાના મુખ્ય મથક ગરબાડામાં ૦૨ કેસ તથા જેસાવાડામાં ૧૦ કેસ મળી કુલ ૧૨ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા ગરબાડા તાલુકામાં ખળભળાટ મચી જવા પામી છે.

ગરબાડા તાલુકાના મુખ્ય મથક ગરબાડામાં આજે ફરી એકજ ઘરના બે વ્યક્તિઓને પોઝીટીવ આવતા ગરબાડા નગરમાં ફફડાટ સાથે હડકંપ મચી જવા પામેલ છે.

આજરોજ ગરબાડા બસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ૫૩ વર્ષીય પ્રજાપતિ સુમિત્રાબેન રમેશભાઈ તથા ૨૪ વર્ષીય પ્રજાપતિ બિપિનભાઈ રમેશભાઈનાઓનો ગરબાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રેપિડ ટેસ્ટ કરાવતા જેમાં આ બંનેના રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગના કર્મચારીઓ ગરબાડા નગરમાં સત્વરે આવી પહોંચ્યા હતા અને આ પોઝીટીવ આવેલ બંને વ્યક્તિઓને આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલીક દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પોઝીટીવ આવેલ વ્યક્તિઓ કોના કોના સંપર્કમાં આવ્યા છે તે અને તેમની ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ પણ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.

અત્ર ઉલ્લેખનીય છે કે, તારીખ.૦૭/૦૮/૨૦૨૦ ના રોજ ગરબાડા નગરમાં એકજ ઘરના ૦૪ વ્યક્તિઓ પોઝીટીવ આવ્યા હતા અને તેમના જ ઘરના ૦૨ વ્યક્તિઓ ગતરોજ પોઝિટિવ આવ્યા હતા ત્યારે આજે ફરી તેમનાજ ઘરના ૦૨ વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવતા આમ ગરબાડા નગરમાં એકજ ઘરના ૦૮ વ્યક્તિઓ કોરોના પોઝીટીવ થયા છે. આજના બે પોઝીટીવ કેસો સાથે ગરબાડા નગરમાં અત્યાર સુધી ૧૧ પોઝીટીવ કેસ નોંધાઈ ચૂક્યા છે.

 જેસાવાડામાં કોરોના બ્લાસ્ટ :

આ સાથે ગરબાડા તાલુકાના જેસાવાડા ગામમાં આજે કોરોના બ્લાસ્ટ થતાં ૧૦ પોઝીટીવ કેસ આવતા જેસાવાડામાં હડકંપ મચી જવા પામેલ છે. આજે જે ૧૦ પોઝીટીવ આવેલ છે જેમાં RTPCR ટેસ્ટમાં (૧) વિનયકુમાર અમ્રતભાઈ નીમચીયા – ઉ.વ.૧૮, જેસાવાડા, ગરબાડા (૨) શિવમકુમાર નરેશભાઈ ચૌહાણ – ઉ.વ.૨૦, જેસાવાડા, ગરબાડા (૩) વિનોદભાઈ કાંતિભાઈ સોલંકી – ઉ.વ.૫૯, જેસાવાડા, ગરબાડા (૪) રસિકકુમાર માધુભાઈ ચૌહાણ – ઉ.વ.૨૧, જેસાવાડા, ગરબાડા (૫) ધર્મેન્દ્રભાઈ ગણપતભાઈ ચૌહાણ – ઉ.વ.૩૦, જેસાવાડા, ગરબાડા (૬) પ્રવીણકુમાર હરીલાલ સોલંકી – ઉ.વ.૪૮, જેસાવાડા, ગરબાડા તથા રેપિડ ટેસ્ટમાં (૧) રેખાબેન વિષ્ણુભાઈ ચૌહાણ – ઉ.વ.૪૦, ગામતળ,જેસાવાડા, ગરબાડા (૨) ચૌહાણ કોકિલાબેન તુલસીદાસ – ઉ.વ.૬૦, ગામતળ,જેસાવાડા, ગરબાડા (૩) સોલંકી હરીલાલ નંદાજીભાઈ – ઉ.વ.૭૨, મેઇન બજાર, જેસાવાડા, ગરબાડા (૪) સોલંકી હેમલતાબેન પ્રવીણભાઈ – ઉ.વ.૪૨, મેઇન બજાર, જેસાવાડા, ગરબાડાનાઓને કોરોના પોઝીટીવ આવત્તા આ તમામને આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અને આ પોઝીટીવ આવેલ તમામ વ્યક્તિઓ કોના કોના સંપર્કમાં આવ્યા છે તે અને તેમની ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ પણ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. આજના ૧૦ પોઝીટીવ કેસો સાથે જેસાવાડા ગામમાં અત્યાર સુધી ૨૧ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે જેમાંથી 02 વ્યક્તિઓના મૃત્યુ થયા છે.ગરબાડા તાલુકામાં અત્યાર સુધી કુલ ૪૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે.

error: Content is protected !!