Friday, 22/11/2024
Dark Mode

ગરબાડામાં મસ્જિદના બાંધકામમાં દબાણ કરાતાં ગ્રામ પંચાયત દ્વારા મુસ્લિમ સુન્ની પંચને નોટિસ ફટકારી

ગરબાડામાં મસ્જિદના બાંધકામમાં દબાણ કરાતાં ગ્રામ પંચાયત દ્વારા મુસ્લિમ સુન્ની પંચને નોટિસ ફટકારી

 વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડામાં મસ્જિદના બાંધકામમાં દબાણ કરાતાં ગ્રામ પંચાયત દ્વારા મુસ્લિમ સુન્ની પંચને નોટિસ,મસ્જિદના બાંધકામ દરમિયાન ઉત્તર તરફ સીડી નું રમણું કાઢી દબાણ કરવામાં આવ્યું,મુસ્લિમ સુન્ની પંચ દ્વારા કોઈ જવાબ ન કરતા ગ્રામ પંચાયતે બીજીવાર નોટિસ ફટકારી

ગરબાડા તા.29

ગરબાડામાં ચાલતા મુસ્લિમ સમાજની મસ્જિદના બાંધકામમાં ઉત્તર તરફ સીડીનું રમણું કાઢી દબાણ કરવામાં આવતા ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા મુસ્લિમ સુન્ની પંચ ગરબાડા ને તારીખ 24 7 2020 ના રોજ નોટિસ આપવામાં આવી હતી જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તાત્કાલિક અસરથી કામ બંધ કરી તમામ જરૂરી માપ સાથે ના આધાર પુરાવા તથા પ્લાન સાથે તારીખ 27 મી ના સોમવારના ગ્રામ પંચાયત ખાતે રજુ કરવાનું જણાવેલ જો તેમ કરવામાં ન આવે તો ગ્રામ પંચાયત દ્વારા પંચાયત અધિનિયમ મુજબ ની કાર્યવાહી કરવામાં આવશે તેવો નોટીસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેમ છતાં મુસ્લિમ સુન્ની પંચ દ્વારા કોઈ જવાબ ન કરાતા ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે તારીખ 29 ના રોજ ફરીવાર મુસ્લિમ સુન્ની પંચ ને નોટિસ આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે મઢી ફળિયાની ગામતળની જમીનમાં પાકુ દબાણ કરી દુકાનો બનાવનારને ગ્રામ પંચાયત દ્વારા પાંચથી છ વાર નોટિસો આપ્યા બાદ પણ કાર્યવાહી કરવામાં આવી ન હતી જ્યારે હાલમાં મુસ્લિમ સુન્ની પંચને બે વાર નોટિસો આપવામાં આવી છે હવે જોવું રહ્યું કે ગ્રામ પંચાયત આ બાબતે કાર્યવાહી કરશે કે પછી માત્ર નોટિસો આપીને જ સંતોષ અનુભવશે તે તો આવનાર સમયમાં જ ખબર પડશે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ બાબતે રસ દાખવવામાં આવે તો ગામતળની સરકારી જમીનમાં થતા દબાણો અટકી શકે તેમ છે.

ગરબાડામાં મઢી ફળીયા તેમજ મસ્જિદના બાંધકામમાં થયેલ બાબતે નોટિસ આપી છે:-અશોકભાઈ પટેલ (ગરબાડા સરપંચ)

મઢી ફળિયામાં દબાણ કરનાર ઈસમને વારંવાર નોટિસ આપી છે.તેમજ મસ્જિદના બાંધકામમાં થયેલ દબાણ માટે પણ નોટિસો આપવામાં આવી છે તો દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

error: Content is protected !!