Friday, 24/01/2025
Dark Mode

ધાનપુર:પાનમ નદીમાં માછીમારી કરવા ગયેલા પિતા-પુત્રી મોતને ભેટ્યા:પરિવારજનો સહીત પંથકમાં ગમગીની છવાઈ

ધાનપુર:પાનમ નદીમાં માછીમારી કરવા ગયેલા પિતા-પુત્રી મોતને ભેટ્યા:પરિવારજનો સહીત પંથકમાં ગમગીની છવાઈ

મઝહર અલી મકરાણી, દે.બારીયા ધાનપુર:પાનમ નદીમાં માછીમારી કરવા ગયેલા પિતા-પુત્રી મોતને ભેટ્યા:પરિવારજનો સહીત પંથકમાં ગમગીની છવાઈ

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ડભવા ગામના પિતા અને પુત્રી નજીકમાં આવેલ પાનમ નદીમાં માછલી મારવા માટે ગયા હતા.જ્યાં પાનમ નદીમાં ડૂબી જવાથી બંન્ને પિતા-પુત્રીના મોત નિપજતાં ચકચાર મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ધાનપુર તાલુકાના ડભવા ગામે રહેતા નાયક ગણપત ભાઈ પુનાભાઈ અને તેમની પુત્રી મિત્તલ બેન સાંજના ત્રણ ચાર વાગ્યાના અરસામાં નજીકમાં આવેલ પાનમ નદી પર પુલ પાસે આવેલ ચેક ડેમના પાણીમાં માછીમારી કરી રહ્યા હતા. અચાનક પુત્રી ઉંડા પાણીમાં ડુબવા લાગતા તેને બચાવવા માટે પિતાએ પણ ઉંડા પાણીમાં ગયા હતા.ચેકડેમમાં પાણી વધુ હોય જેથી ઉંડા પાણીમાં પુત્રી અને પિતા બંને ગરકાવ થઈ જવાથી પિતા પુત્રીનું મોત નિપજવા પામ્યું હતું ત્યાં સુધી પુત્રીનું મુતદેહ પાણીમાંથી શોધી કાઢવામાં આવ્યો હતો. અને પિતાના મૃતદેહ હજુ સુધી મળ્યો નથી. અને ઘટના ની જાણ ધાનપુર પોલીસ દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે ઘટનાસ્થળે ગ્રામજનો સહિત ના ટોળા ઉમટી પડ્યા હતા. પરિવારજનોના હૈયાફાટ રૂદનથી વાતાવરણમાં ગમગીની છવાઇ જવા પામી હતી.

error: Content is protected !!