Wednesday, 17/08/2022
Dark Mode

ગરબાડાના નળવાઈ ગ્રામ પંચાયતના સરપંચ બે હોદ્દા ધરાવતા સસ્પેન્ડ કરવા વકીલ મારફતે નોટીસ:તાલુકા અને જિલ્લા કક્ષાએ રજૂઆત બાદ પણ દોઢ વર્ષે પણ અરજદારની અરજીનો નીકાલ ન થતા આશ્ચર્ય

ગરબાડાના નળવાઈ ગ્રામ પંચાયતના સરપંચ બે હોદ્દા ધરાવતા સસ્પેન્ડ કરવા વકીલ મારફતે નોટીસ:તાલુકા અને જિલ્લા કક્ષાએ રજૂઆત બાદ પણ દોઢ વર્ષે પણ અરજદારની અરજીનો નીકાલ ન થતા આશ્ચર્ય

  વિપુલ જોષી @ ગરબાડા 

નીલગીરીની ચોકીદારી નાણાં બાબતે સરપંચ ના પતિ દ્વારા લેબર કોર્ટ મા ખોટુ સોગંધનામુ    કરવામાં આવ્યું:ગરબાડા તાલુકાના નળવાઈ ગ્રામ પંચાયતના સરપંચ બે હોદ્દા ધરાવતા સસ્પેન્ડ કરવા વકીલ મારફતે નોટીસ:તાલુકા અને જિલ્લા કક્ષાએ રજૂઆત બાદ પણ દૌઢ વર્ષથી અરજદાર ની અરજીનો નીકાલ ન થતા આશ્ચર્ય

  ગરબાડા તા.19

ગરબાડા તાલુકાના ગ્રામ પંચાયતના સરપંચ શારદાબેન ધનજીભાઈ વડલી ફળીયા આંગણવાડી વર્કર અને ગ્રામ પંચાયતના સરપંચ પદ મળી કુલ ૨ હોદ્દા પરનો લાભ લેતા ગામના સોમાભાઈ બામણીયા દ્વારા સરપંચને સસ્પેન્ડ કરવા દોઢ વર્ષ અગાઉ તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરવામાં આવી હતી.તેમ છતાં આજદિન સુધી આ બાબતમાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતાં અનેક તર્ક-વિતર્કો  સાંભળવા મળી રહ્યા છે

ગરબાડા તાલુકાના નળવાઇ ગામના સોમાભાઈ બામણીયાને નળવાઈ ગ્રામ પંચાયતની સરકારી પડતર જમીનમાં નીલગીરીની રખેવાળી માટે ઠરાવ દ્વારા લેવામાં આવ્યા હતા.તેની અરજીમાં જણાવ્યા પ્રમાણે તેમને આ નીલગીરીનો ચોથો હિસ્સો ચોકદારી પેઠે આપવાનું નક્કી કરવામા આવ્યુ હતું.જે નાણાં નહીં મળતાં સોમજીભાઈ બામણીયા એ લેબર કોર્ટમાં ગ્રામ પંચાયત પાસે રખેવાળી નાણા માટે કેસ કર્યો હતો.જેમાં ગ્રામ પંચાયતે સોગંદનામુ કરવાનું હતું.ત્યારે સરપંચના પતિએ પોતે તેમના નામથી સોગંદનામું કરતા સોમજીભાઈ બામણીયા એ સરપંચના જવાબદાર હોદ્દાનો વર્તમાન સરપંચ ના પતિ દ્વારા દુરુપયોગ પણ કરવામાં આવ્યો એવી રજૂઆત કરવામાં આવી હતી.અને સરપંચને બે હોદ્દા પરનો લાભ લેતા સસ્પેન્ડ કરવા તેમની પડતર અરજી નો નિકાલ નહી આવતા વકીલ દ્વારા તારીખ 22.1.2018 ના રોજ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને આ બાબતની લેખિત રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય છે.જે બાબતે સરપંચ પતિ ધનજીભાઈ સાથે વાત કરતા અમે જે તે સમયે જવાબ કરી દીધેલ હોય તેમ જણાવ્યું હતું. જ્યારે તાલુકા વિકાસ અધિકારી કે.બી પંચોલી સાથે વાત કરતા તપાસ ચાલુ છે તેમ જણાવ્યું હતું જ્યારે આઠ દિવસ બાદ ફરીવાર આ બાબતે તાલુકા વિકાસ અધિકારી નો સંપર્ક કરતા તેઓએ ફોન રિસીવ કર્યો ન હતો.

error: Content is protected !!