Friday, 19/04/2024
Dark Mode

ફતેપુરા:કોરોના સંક્રમણના પગલે સ્વૈચ્છિક લોકડાઉન લદાયો:ફતેપુરા તેમજ કરોડિયા ગ્રામપંચાયતમાં 5 દિવસ માટે બંધની જાહેરાત કરાઈ,ફતેપુરા કરોડિયાએ જડબેસલાક બંધ પાળ્યો

ફતેપુરા:કોરોના સંક્રમણના પગલે સ્વૈચ્છિક લોકડાઉન લદાયો:ફતેપુરા તેમજ કરોડિયા ગ્રામપંચાયતમાં 5 દિવસ માટે બંધની જાહેરાત કરાઈ,ફતેપુરા કરોડિયાએ જડબેસલાક બંધ પાળ્યો

 શબ્બીર સુનેલવાલ @ ફતેપુરા 

ફતેપુરામાં કોરોનાના કેસ વધતા સ્વેચ્છિક લોકડાઉન,ફતેપુરા અને કરોડીયા ગ્રામ પંચાયત વિસ્તારમાં ૫ દિવસ માટે વેપાર-ધંધા સ્વેચ્છિક બંધ રાખવામાં આવ્યા,તા.16 થી 20 સુધી વેપાર-ધંધા બંધ રાખવા સરપંચ દ્વાર માઇક દ્વારા જાહેરાત કરવામાં આવી,ફતેપુરા અને કરોડિયા પૂર્વ જડબેસલાક બંધ

ફતેપુરા તા.16

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં ૩ અને તાલુકાના બલૈયા ગામે ૧ કોરોના પોઝિટિવ ના કેસો આવતા તાલુકામાં ચકચાર મચી જવા પામી છે.ફતેપુરા નગરમાં કોરોના સંક્રમણ વધુ વકરતો અટકાવવા માટે ફતેપુરા તેમજ કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા નગરમાં માઇક વડે જાહેરાત કરીને તારીખ 16 થી તારીખ 20 સુધી વેપાર-ધંધા બંધ રાખવા માટેની સ્વેચ્છિક વેપાર-ધંધા બંધ રાખવા વિનંતી કરવામાં આવતા ફતેપુરાને કરોડિયા પૂર્વના વેપારીઓ દ્વારા જડબેસલાક સ્વૈચ્છિક રીતે પોતાના વેપાર-ધંધા બંધ રાખેલ હતા.નગરમાં દુકાનો બંધ રહેતા કર્ફ્યુ જેવો માહોલ જોવા મળતો હતો.ફતેપુરા નગરના પાછલ પ્લોટ વિસ્તારમાં એકી સાથે ત્રણ કોરોના પોઝિટિવ કેસો અને તાલુકાના બલૈયા ગામે એક પોઝિટીવ કેસ મળીને ટોટલ ૪ કોરોના પોઝિટિવ કેસ આવતા લોકોમાં ભયનો માહોલ ઉભો થવા પામ્યો હતો ફતેપુરા તેમજ કરોડિયા પૂર્વ ગામ પાંચ દિવસ માટે સ્વૈચ્છિક રીતે લોક ડાઉન  રાખી કામ ધંધા બંધ રાખવામાં આવશે

દશામાંના તહેવાર નજીક હોઈ મૂર્તિના વેચાણ માટે છૂટ અપાઈ 

નજીકના દિવસોમાં માં દશામાના તહેવાર શરૂ થવાના હોય તેને ધ્યાનમાં રાખીને વેપારીઓ દ્વારા દશામાની મૂર્તિઓ વેચાણ માટે લાવેલા હોય સ્વેચ્છિક લોકડાઉનમાં આવો વેપારીઓને છૂટ આપવામાં આવેલ હોય વેપારીઓ દ્વારા દશામાની મૂર્તિઓ વેચાણ કરતા નજરે પડતા હતા

error: Content is protected !!